Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ધોરાજીમાં કોરોના વિસ્ફોટ છેલ્લા ૨૦ દિવસથી યથાવત

ધોરાજીના જૈન સુખડિયા સમાજના વેપારીને ઓકિસજન સપ્લાય ઘટતા તાત્કાલિક રાજકોટ એમ્બ્યુલન્સમાં લઈ ગયા પરંતુ ચૌધરી હાઇસ્કુલ મેદાનમાં વેઇટિંગમાં જ તાત્કાલિક સારવાર નહીં મળતા દમ તોડયો....?: ધોરાજીની જનતા ભગવાન ભરોસે

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૧૭: ધોરાજી કોરોના એ કાળોકેર સર્જી દીધો છે દરરોજ સો ઉપર પોઝિટિવ આવી રહ્યા છે છેલ્લા પંદર દિવસમાં મૃત્યુઆંક ૧૫૦ પહોંચી ગયો છે છતાં પણ સરકારી બાબુઓ પોતાની એસી ચેમ્બર છોડતા નથી પ્રજા ભગવાન ભરોસે છે ત્યારે ગઈકાલે ધોરાજીના જૈન સુખડિયા વેપારી અગ્રણીની તબિયત કોરોનામાં ઓકિસજન લેવલ- દ્યટતા ધોરાજીની ખાનગી હોસ્પિટલે તાત્કાલિક અસરથી રાજકોટ લઇ જવાનું જણાવતા એમ્બ્યુલન્સ મારફત રાજકોટ તો લઈ ગયા પરંતુ સિવિલ હોસ્પિટલની અંદર પ્રવેશ મળે એ પહેલાં જ એમ્બ્યુલન્સની લાંબી કતાર જોવા મળી આ સમયે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે આજીજી કરી અને તાત્કાલિક સારવાર માટે અંદર જવા માટે ગેટ પાસે વિનંતી કરતા પરંતુ એમ્બ્યુલસના તમામ ડ્રાઇવર પાયલોટે ચોખ્ખી ના પાડી તમારો ૨૯માં વારો વેઇટિંગ છે ત્યાં સુધી તમે અંદર જઈ શકો નહીં આ બાબતે સરકારી હોસ્પિટલના કોઈ જવાબદાર અધિકારીઓ અથવા તો જિલ્લા કલેકટરે મુકેલા કોઈ ઇમર્જન્સી અધિકારી ત્યાં જોવા મળ્યા નહીં અંતે ધોરાજીના વેપારીએ વેઇટિંગમાં જ દમ તોડી દીધો હતો આ બાબતની જવાબદારી કોની....?

આ બાબતે રાજકોટ જિલ્લા કલેકટર શ્રી અથવા તો ગુજરાત આરોગ્ય સચિવ શ્રી તાત્કાલિક ધોરાજીમાં આ બાબતની તપાસ કરે તો અનેક ફણગા ફૂટે તેવી શકયતાઓ જોવા મળી રહી છે.

રાજકોટ જિલ્લા કલેકટર માત્ર રાજકોટ સીટી માં તપાસ કરી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં ધોરાજી સિવિલ હોસ્પિટલની અંદર આ પ્રકારની તપાસ કરવા આવે તો ઈંજેકશન કૌભાંડ બહાર આવે તેવી શકયતા જોવા મળી રહી છે.

ધોરાજીમાં જૈન સમાજ ના સુખડિયા વેપારી નો આ પ્રકારે કણસતી હાલતમાં અવસાન થતાં શહેરભરમાં ભારે દુઃખની લાગણી વ્યાપી ગઇ છે આ બાબતે ધોરાજી ખાનગી હોસ્પિટલ તેમજ સરકારી હોસ્પિટલમાં જયારે રીફર કરવામાં આવે ત્યારે પહેલેથી જ સામે મંજૂરી લઈને જ રીફર કરવામાં આવે તો દર્દીઓના જીવ બચાવી શકાય તેમ છે પરંતુ સીધા જ ધક્કો દેવાની જે વૃતિ છે તે વ્યાજબી નથી કારણકે દર્દીઓનું જીવન મુશ્કેલીમાં મુકાઇ જાય છે તે બાબતે પણ ખાનગી હોસ્પિટલ તેમજ સરકારી હોસ્પિટલ એ વિચારવું જોઈએ નામદાર ગુજરાત હાઈકોર્ટે તાત્કાલિક અસરથી કઈ હોસ્પિટલમાં ખાલી જગ્યા છે તે ઓનલાઈન આંકડો આપવા બાબતે પણ સૂચના આપે છે પરંતુ તેનું પાલન ધોરાજીમાં થાય તેવું પણ જોવું જરૂરી છે.

(12:44 pm IST)