Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ગોંડલના કમરકોટડા પાસે જુગાર રમતા ૭ ઝડપાયા

હરસુખ પાનેલીયા, કાનજી બાબરીયા, રવજી સોલંકી, સંજય સાકરીયા, છગન વાઘેલા, અમીત સોલંકી અને ભીખા સરવૈયાની ધરપકડઃ રૂ. ર૬ હજારની મતા કબ્જે

રાજકોટ તા. ૧૭ :.. ગોંડલ તાલુકાના કમરકોટડા ગામ નજીક વાડી પાસે તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ કમરકોટડા ગામ નજીક વાડી પાસે કેટલાક શખ્સો જૂગાર રમતા હોવાની ગોંડલ તાલુકા પોલીસ મથકના કોન્સ. શકિતસિંહ જાડેજાને બાતમી મળતા રૂરલ એસ.પી. બલરામ મીણાની સુચનાથી પીઆઇ પી. એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. જે. પરમાર, હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ વાળા, પ્રીતેશભાઇ, શકિતસિંહ, ક્રિપાલસિંહ, રાજેશભાઇ, રૈયાભાઇ સહિતે કમરકોટડા ગામ નજીક વાડી પાસે દરોડો પાડી, તીનપતીનો જૂગાર રમતા કમરકોટડાના હસમુખ વલ્લભભાઇ પાનેલીયા, શ્રીનાથગઢના કાનજી ગોબરભાઇ બાબરીયા, જસદણના સાણથલીના રવજી મંગાભાઇ સોલંકી, કમરકોટડાના સંજય મોહનભાઇ સાકરીયા, શ્રીનાથગઢના છગન કાબાભાઇ વાઘેલા, અમીત ગોરધનભાઇ સોલંકી, અને કમરકોટડાના ભીખા ગોદડભાઇ સરવૈયાને પકડી લઇ રૂ. ર૬પ૩૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(12:42 pm IST)