Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

રાજસ્થાનથી લઇ આવતો ૭ લાખનો વિદેશી દારૂ ભરેલ ડમ્પર દસાડા પાસેથી ઝડપાયુ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૬: અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે, અમદાવાદ કચ્છ હાઇવે તથા સમી શંખેશ્વર પાટડી હાઇવે રોડ ઉપર ખાસ પેટ્રોલીંગ હાથ ધરી, અલગ અલગ વાહનો મારફતે કવરીંગ સાથે વીદેશી દારૂના જથ્થાની અન્ય રાજયમાંથી ગુજરાત રાજયમાં હેરાફેર થતી હોય અને આ રસ્તાઓ મારફતે સૌરાષ્ટ્ર ભરમાં વિદેશી દારૂનો જથ્થો પહોંચતો હોય, પરીણામલક્ષી કામગીરી કરવા સુચના  આપતા એલ.સી.બી. ટીમ દ્વારા દસાડા પો.સ્ટે. વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરી હકીકત મળેળવેલ કે, સફેદ કલરના મૌરા વાળુ ૧૦ વ્હીલનું ટાટા કંપનીનું ૨૫૧૮ મોડલ વાળુ ડમ્પર રજી. નંબર જી.જે.-૧૦-એકસ-૯૪૯૧ વિદેશી દારૂનો જથ્થો ભરી દસાડા – શંખેશ્વર રોડ, વડગામ ત્રણ રસ્તાથી પાટડી તરફ આવનાર છે.

હકીકત વાળુ ડમ્પર નીકળતા તેને જરૂરી આડસ કરાવી રોકાવી ડમ્પરના ચાલક માંગીલલા સુંડારામ બીસ્નોઇ પાલડીયા ઉવ.૩૩ ધંધો ડ્રાઇવીંગ રહે.કુકા વાસ તા.ભીનમાલ જી.જાલોર રાજય રાજસ્થાન વાળાને વિદેશી દારૂ જેમાં (૧) મેકડોવેલ્સ નં.૧ સુપેરીયર વ્હિસ્કી ૭૫૦ મીલીની બોટલો નંગ-૨૩૬૪ કી.રુ,૮,૮૬,૫૦૦/- તથા (૨) રોયલ ચેલેન્જ કલાસીક પ્રિમીયમ વ્હિસ્કી ૭૫૦ મીલીની બોટલો નંગ-૨૭૬ કી.રૂ.૧,૪૩,૫૨૦/- તથા (૩) નાઇટ બ્લુ મેટ્રો લીકર ૭૫૦ મીલીની બોટલો નંગ-૧૦૯૨ કી.રૂ.૩,૨૭,૬૦૦/- મળી કુલ બોટલો નંગ-૩૭૩૨ કી.રૂ.૧૩,૫૭,૬૨૦/- તથા ડમ્પર રજી, નંબર જી.જે.-૧૦-એકસ-૯૪૯૧ કી.રૂ.૭,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન કી.રૂ.૫૦૦૦/- રૂ.૨૦,૬૨,૬૨૦/- ના મુદામાલ સાથે વિદેશી દારૂની હેરાફેરી કરતા રેઇડ દરમ્યાન પકડી પાડી તેમજ આરોપી નંબર-ર બાબુરામ બીસ્નોઇ રહે.સાંચોરએ વીદેશી દારૂનો જથ્થો ભરી આપી હાજર નહી મળી આવી પ્રતિબંધિત ગુજરાત રાજયમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ કટીંગ અર્થે મોકલાવી ગુનો કરેલ હોય ઉપરોકત ઇસમો તેમજ તપાસમાં ખુલે તે તમામ ઇસમો સામેની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.હોલ તથા પો.સબ.ઇન્સ. વી.આર જાડેજા તથા પો.હેડ.કોન્સ. હિતેષભાઇ જેસીંગભાઇ તથા પો.કોન્સ જયેન્દ્રસિંહ જેઠીભા તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા સંજયભાઇ પ્રવીણભાઇ તથા દિલીપભાઇ ભુપતભાઇ એ રીતેની ટીમ દ્વારા સચોટ બાતમી આધારે રેઇડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી, ગે-કા વીદેશી દારૂની હેરાફેરી ઝડપી પ્રોહીબીશનનો સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે.

(11:46 am IST)