Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કોડીનારમાં સ્વૈચ્છિક લોકડાઉનને પ્રતિસાદ

કોડીનાર : કોડીનારમાં કોરોના ની વિસ્ફોટક પરિસ્થિતિ ને ધ્યાને લઇ ચેમ્બર્સ ઓફ કોમર્સ-વહીવટી તંત્ર અને તાલુકા ના અગ્રણી આગેવાનો દ્વારા તા.૧૬-૧૭-૧૮ શુક્ર-શનિ-રવિવારે કોડીનાર માં સ્વયંભુ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું  છે. સ્વૈચ્છિક લોકડાઉનમાં શાક માર્કેટ-ફિશ મટન માર્કેટ-માર્કેટ યાર્ડ-શાકભાજી ની હરાજી- સહિત તમામ નાના મોટા વેપાર ધંધા સદંતર બંધ રહ્યા હતા.સ્વૈચ્છિક લોકડાઉન માં માત્ર મેડીકલ ઇમરજન્સી અને દૂધ ની ડેરીઓ માત્ર બે કલાક ચાલુ રહી હતી. લોકો એ પણ સમજદારી વાપરી બિન જરૂરી બહાર ન નીકળવા નો નિર્ણય લીધો હતો,જેના લીધે શહેર સુમસામ રહ્યું હતું.સ્વૈચ્છિક લોકડાઉનના આજે પ્રથમ દિવસ થી શહેરીજનો એ આવકારી સ્વયંભૂ બંધ પાડી કોરોના સંક્રમણ ની ચૈન તોડવા પ્રયાસ કરી સ્વૈચ્છિક લોકડાઉન ને સફળ બનાવ્યો હતો. તસ્વીર મેઇન રોડની છે.

(11:43 am IST)
  • કુંભમાંથી પાછા ફરનારા શ્રદ્ધાળુઓ માટે મુંબઇમાં સખત રીતે કવોરન્ટાઈનનું પાલન કરાવાશે : મુંબઈના મેયરે કહ્નાં છે કે કુંભમેળામાંથી પાછા ફરી રહેલા શ્રદ્ધાળુઓ માટે કડક રીતે કવોરન્ટાઈનનો અમલ કરાવાશે : કુંભ મેળામાંથી પાછા ફરનારા લોકો માટે તેમણે કડક પગલાઓની જાહેરાત પણ કરી હતી access_time 2:03 pm IST

  • કચ્છના ભચાઉ અને સામખીયાળી વચ્ચે અતિભારે વરસાદ અત્યારે સાંજે પડી રહ્યો છે. (કૌશલ સવજાણી, ખંભાળિયા) access_time 6:58 pm IST

  • બજાજ કંપનીએ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરનું બુકીંગ બંધ કર્યું : 13 એપ્રિલના રોજ ગુડી પડવાને દિવસે શરૂ કરેલા બુકીંગનો ક્વોટા 48 કલાકમાં પૂરો : ઓનલાઇન બુકીંગ માટે બેંગ્લુરુ તથા પુણેમાંથી ભારે ધસારો જોવા મળ્યો : ફરીથી બુકિંગની તારીખ હવે પછી જાહેર કરશે access_time 8:21 pm IST