Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ઉનાઃ બેન્કમાં નોકરી અપાવવાની લાલચ આપીને યુવાન પાસેથી ૧.૩૦ લાખ પડાવી લીધા

ઉના તા. ૧૭: શિક્ષીત બેરોજગાર યુવાનને દેલવાડાના યુવાને બેન્કમાં નોકરી આપવાની લાલચ આપી રૂપિયા ૧ લાખ ૩૦ હજાર પડાવી નોકરી ન અપાવી વિશ્વાસઘાત છેતરપીંડી કર્યાની પોલીસમાં લેખીત રજુઆત કરી છે.

ભીમપરા ચાવડા વાડી વિસ્તારમાં રહેતો શિક્ષિત યુવાન ચંદ્રકાન્તભાઇ બાલાભાઇ બાંભણીયા ઉ.વ. ર૭ એ ઉના પોલીસમાં લેખીતમાં રજુઆત કરી છે કે તેમને ઉના તાલુકાનાં દેલવાડા ગામે શ્યામનગરમાં રહેતો ભાવેશ લખમણભાઇ વંશ ઉ.વ. ર૦ એ ર-૯-ર૦ર૦નાં રોજ ચંદ્રકાન્તભાઇ પાસે આવી તારે બેન્કમાં નોકરી કરવી છે તો તને એસબીઆઇ બેન્ક ઉના શાખામાં નોકરી અપાવી દઉં પણ રૂપિયા આપવા પડે તેમ કહી ભોળવી અને તેમના પાસેથી રૂ. ૧ લાખના એચડીએફસી માંથી આરોપી ભાવેશના દેના બેન્કના ખાતામાં રૂ. ૬-૧૦-ર૦ર૦ના જમા કરાવેલ હતાં અને આરોપીએ લખનઉ ઇન્ટરવ્યુ માટે જવું પડશે ત્યાં બોલાવેલ અને વધુ રૂપિયા ૩૦ હજાર માંગેલા અને અહીં આપનો ઇન્ટરવ્યું નહીં થાય તેમ કહેતા ચંદ્રકાન્તભાઇએ લખનઉ આવી આપી દેવા સંમતિ આપેલ ર૪-૧૧-ર૦ર૦ લખનઉ પહોંચેલ અને રપ-૧૧-ર૦ર૦ ગુગલ પે એકાઉન્ટ માંથી ભાવેશના ગુગલ પે ખાતામાં જમા કરાવેલ હતા. ર૭-૧૧-ર૦ સુધી રોકાવા છતાં ઇન્ટરવ્યુ કોઇ લેવાયો નહીં. ઉના પરત પાછા આવેલ હતાં ત્યારબાદ ચંદ્રકાન્તભાઇએ મારે નોકરી નથી જોઇતી રૂ. ૧,૩૦,૦૦૦/- પાછા આપવાં આરોપીને ફોન કરેલ હતો મહા મુસીબતે રૂ. ૩૦,૦૦૦ ગુગલ પેથી ભોગ બનનારના ખાતામાં જમા કરાવેલ અને રૂ. ૧ લાખનો ચેક ઘણી માથાકુટ પછી દેલવાડા શાખાનો તા. ૮-૪-ર૧ આપેલ જે ભોગ બનનારે બેેન્કમાં ભરતાં ખાતામાં બેલેન્સ ન હોવાથી પરત ફરેલ હતો ત્યાર પછી ફોન કરવા છતાં આરોપી ફોન પણ ઉપાડતો નથી અને છેતરાઇ ગયાનો અહેસાસ થતાં ઉના પોલીસ સ્ટેશને આરોપી ભાવેશ લખમણ વંશ રે. દેલવાડા વાળા સામે વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની લેખીતમાં અરજી આપી પગલા લેવા માંગણી કરી છે. આમ શિક્ષિત યુવાનો માટે સરકારી કે બેન્કની નોકરી માટે એક લાલબતી સમાન બનાવ બન્યો છે. હવે રૂ. ૧ લાખ કયારે મળશે તેની રાહ યુવાન જોઇ રહ્યો છે.

(11:41 am IST)