Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ભાણવડ : જિ.પં.ના સભ્યએ વેકસીન લીધી

ભાણવડ : સરકારી હોસ્પિટલ ખાતે કોવીડ-૧૯ની વેકસીન જીલ્લા પંચાયતના સદસ્ય કે.ડી.કરમુરે લઇને જણાવેલ કે, હાલમાં કોરોનાનું ઝડપી સંક્રમણ ફેલાઇ રહ્યુ છે. લોકો જાગૃત થાય અને વેકસીનના બંને ડોઝ લે તેવી અપીલ કરી હતી અને સરકાર તેમજ આરોગ્ય વિભાગની ગાઇડ લાઇનનું પાલન કરવા જણાવેલ. વેકસીન લઇ તેઓએ જણાવેલ કે આની કોઇ આડ અસર થતી નથી. લોકો ખોટી અફવા પર ધ્યાન ન આપે લોકો સ્વયંભુ વેકસીનના બંને ડોઝ લેવડાવી લેવા અપીલ કરેલ. ડી.કે.કરમુરે વેકસીન લીધી તે તસ્વીર.

(11:40 am IST)