Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

મોરબીમાં રફિક ચાવડા ઝેર પી જતાં રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૭: મોરબીના વીસીપરામાં રહેતાં રફિકભાઇ સુલેમાનભાઇ ચાવડા (ઉ.વ.૩૦) નામના યુવાને ઝેરી દવા પી લેતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

રફિકભાઇએ મોરબીના લાતીપ્લોટમાં ગત સાંજે ઝેર પી લીધું હતું. વધુ સારવાર માટે રાજકોટ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત નિવડી નહોતી. સવારે મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકને સંતાનમાં એક પુત્ર છે. છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો.

(11:00 am IST)