Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

વિરનગરમા ૨ દિ'માં ૭ મોત : મોરબી ૨૧૯ - ભાવનગરમાં ૧૯૭ કોરોના કેસ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં કોરોનાનો કાળો કહેર : લોકોમાં ભારે ફફડાટ

મોરબી : તસ્વીરમાં મોરબીમાં કોરોના ટેસ્ટીંગ માટેની લાઇનો નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ-મોરબી)

રાજકોટ,તા. ૧૭: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા કોરોનાનો કાળો કહેર વર્તાવ્યો છે અને દરરોજ મૃતકો અને કોરોના કેસમાં સતત વધારો થતો જાય છે. જેના કારણે લોકોમાં ભાર ગભરાટ ફેલાયો છે. આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી ગઇ છે.

વિરનગર

(અતુલ તન્ના દ્વારા) વિરનગર : જસદણ તાલુકાના વિરનગરમાં છેલ્લા ૧૦ દિવસથી કોરોનાનો કહે ર્વતાયો છે. કોરોનાના ૯૦ પોઝીટીવ કેસ આવેલ છે. ૭ના મૃત્યુ થયેલ છે. નાના એવા વીરનગરમાં ભય ફેલાયો ગયો છે.

વિરનગર ગામના સરપંચશ્રી શીવાભાઇ વઘાસીયા તેમજ ગામના આગેવાન પરેશભાઇ રાદડીયા સતત ગામનું દરેક ધ્યાન રાખનાર પરેશભાઇએ તુરત વેપારી એસોસીએશનને ગ્રામ પંચાયતે બોલાવી અને વેપારીઓને દુકાન ખોલાવનો ટાઇમ સવારે ૬ થી ૧૦ અને સાંજે ૫ થી ૮ નક્કી કરી અને બાકીનુ સમયનું સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરેલ છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર જિલ્લા માં નવા ૧૯૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૮,૫૭૯ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૬૭ પુરૂષ અને ૪૫ સ્ત્રી મળી કુલ ૧૧૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે ૧, તળાજા તાલુકાનાં ભદ્રાવળ ગામ ખાતે ૨, તળાજા તાલુકાના દિહોર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના હબુકવડ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે ૨, તળાજા ખાતે ૮, તળાજા તાલુકાના ટાઢાવડ ગામ ખાતે ૧, તળાજા તાલુકાનાં રાળગોન ગામ ખાતે ૧, તળાજા તાલુકાના વેજોદરી ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના ઘેટી ગામ ખાતે ૧, ઉમરાળા ખાતે ૧, પાલીતાણા તાલુકાના મોખડકા ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના મોટી ધરાઇ ગામ ખાતે ૧, સિહોર તાલુકાનાં બેકડી ગામ ખાતે ૨, તળાજા તાલુકાના અલંગ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના વેળાવદર ગામ ખાતે ૪, સિહોર તાલુકાના સણોસરા ગામ ખાતે ૧, મહુવા ખાતે ૭, ઘોઘા તાલુકાના નથુગઢ ગામ ખાતે ૧, ગારીયાધાર તાલુકાના સુરનગર ગામ ખાતે ૧, મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના શેઢાવદર ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૫, મહુવા તાલુકાના કાળસાર ગામ ખાતે ૨, મહુવા તાલુકાના મોટા આસરાણા ગામ ખાતે ૧, મહુવા તાલુકાનાં બગદાણા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના કળમોદર ગામ ખાતે ૧, મહુવા તાલુકાના બેલમપર ગામ ખાતે ૧, ઘોઘા ખાતે ૨, ઘોઘા તાલુકાનાં અવાણીયા ગામ ખાતે ૨, પાલીતાણા તાલુકાના મોખડકા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના ભૂંભલી ગામ ખાતે ૨, ભાવનગર તાલુકાના કોળીયાક ગામ ખાતે ૨, ભાવનગર તાલુકાનાં માલણકા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૨, સિહોર તાલુકાના નેસડા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૧, તળાજા તાલુકાના પીથલપુર ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ઇંગોરાળા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના સાંખડાસર ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના બજુડ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના રાજપરા નં.૨ ગામ ખાતે ૧, ગારીયાધાર તાલુકાનાં પાંચટોબરા ગામ ખાતે ૧, તળાજા તાલુકાનાં બેલા ગામ ખાતે ૧, સિહોર તાલુકાનાં થોરાળી ગામ ખાતે ૧, તળાજા તાલુકાનાં માખણીયા ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાનાં કંથારીયા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાનાં ઊંડવી ગામ ખાતે ૧, તળાજા તાલુકાનાં પીંગળી ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાનાં થોરડી ગામ ખાતે ૧, સિહોર તાલુકાનાં ટાણા ગામ ખાતે ૧ તેમજ ઉમરાળા તાલુકાના ધોળા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૮૫ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : મોરબીમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે જોકે સરકારી ચોપડે કેસો બહુ ઓછા નોંધાતા હોય તેવું લાગી રહ્યું છે આજે મોરબી સિરામિક એસો દ્વારા બે સ્થળે કોરોના ટેસ્ટ કેમ્પ યોજાયો હોય જેમાં ૧૯૦૦ લોકોના ટેસ્ટ કરતા ૨૧૯ પોઝીટીવ હોવાનું સામે આવ્યું હતું. મોરબીમાં ભાજપ આયોજિત ટેસ્ટ કેમ્પમાં કોરોના પોઝીટીવ દર્દીની સંખ્યા વધુ સામે આવતી હતી જેની સામે સરકારી આંકડા બહુ ઓછા હોય અને ભાજપ દ્વારા પોઝીટીવ દર્દીના આંક આપવાનું બંધ કર્યું છે જોકે આજે મોરબી સિરામિક એસો દ્વારા આજે સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ અને રવાપર ચોકડીએ કોરોના ટેસ્ટ કેમ્પ યોજાયા હતા જેમાં ૧૯૦૦ લોકોના ટેસ્ટ કરતા ૨૧૯ પોઝીટીવ હોવાનું સામે આવ્યું હતું.

(10:57 am IST)