Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ધોરાજી નગરપાલિકા કોરોના મહામારીમાં આક્રમક મૂડમાં:માસ્ક નહીં પહેરનાર 10 જેટલા વેપારીઓની દુકાન સીલ કરતા ફફડાટ છવાયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં કોરોના મહામારી ના સમયમાં સમગ્ર ધોરાજીમાં ફફડાટ છવાયો છે અને દરરોજ 100થી વધારે પોઝિટિવ કેસ આવી રહ્યા છે ત્યારે કાબૂમાં લેવા બાબતે સંક્રમણ ઘટાડવા બાબતે ધોરાજી નગરપાલિકા આક્રમક મૂડમાં આવી છે અને જે દુકાનોમાં માસ્ક પહેર્યા વગર વેપારીઓ બેઠા હોય તેમની દુકાન સીલ કરવાની કાર્યવાહી શરૂ કરતા ફફડાટ છવાયો હતો

ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી એ જણાવેલ કે ધોરાજીમાં કોરોના નો વિસ્ફોટ મોટા પ્રમાણમાં છે તેને કાબૂમાં લેવા બાબતે રાજકોટ જિલ્લા કલેકટર સાહેબની સૂચના અનુસાર કડક હાથે પગલાં લેવા સૂચના  મળતા ધોરાજી નગરપાલિકાની અમારી સાથે ટીમ સાથે અમેં સર્વે કરતાં દસ જેટલી વેપારીઓની દુકાનો માં માસ્ક પહેર્યા વગર બેઠેલા જોવા મળતા તાત્કાલિક અસરથી 10 દુકાનોને સીલ મારવામાં આવી હતી
બાદ વેપારીઓની રજૂઆત આવતા પ્રથમ દિવસે સમાધાનકારી વલણ અપનાવી લેખિતમાં બાંહેધરી આપતા કે હવે પછી આવું નહીં કરીએ જેના અનુસંધાનમાં પ્રથમ દિવસે દસ વેપારીઓને દુકાનમાં સીલ માર્યા હતા તે ખોલી દેવામાં આવ્યા આવ્યા હતા બીજીવાર આવી ભૂલ નહીં કરીએ તેવી બાહેંધરી લેવામાં આવી હતી તેમ ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ જણાવ્યું હતું
પરંતુ આવતીકાલથી ધોરાજી નગરપાલિકાના કર્મચારીઓ અને ચીફ ઓફિસર જાતે નિરીક્ષણ કરવા માટે ફરશે જેથી વેપારીઓએ પણ સાવચેત રહેવા ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર એ યાદીમાં જણાવ્યું છે પ્રથમ દિવસે લોકોને ખ્યાલ ન હતો એટલે જવા દીધા છે પરંતુ બીજે દિવસે આ બાબતે કડક હાથે કામ કરવામાં આવશે જેની સર્વે નોંધ લેવી

(10:23 am IST)