Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

કચ્છના આદિપુરમાં આઇપીએલ મેચ ઉપર સટ્ટો રમતા મોરબીના ૧૦ ઝડપાયા

કચ્છ એસઓજી ટીમનો સપાટોઃ રૂ. ર૭.૭પ લાખનો મુદામાલ જપ્ત

ભુજ તા. ૧૭ :..  કચ્છના આદિપુરમાં ભાડે મકાન રાખીને આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા મોરબીના ૧૦ શખ્સો રૂ. ર૭.૭પ લાખનાં મુદામાલ સાથે ઝડપાયા છે.

ડી. બી. વાઘેલા આઇજીપી બોર્ડર રેન્જ - ભુજ-કચ્છનાઓને બાતમી હકિકત મળેલ કે 'આદિપુર વોર્ડ ૩ એ મૈત્રી બંગલા નં. બી-૩ વાળુ મકાન અબ્દુલ હમીદ ઉર્ફે સુમન આદમભાઇ ચાનીયા રહે. શેરી નં. ૬ વાગપરા મોરબી વાળાએ ભાડે રાખેલ છે અને તે મકાનમાં પોતે તથા બીજા બહારથી ખેલીઓ બોલાવી આઇપીએલ ર૦૧૯ મેચ પર મોબાઇલ ફોનથી રન તથા સેશન્સ ઉપર ક્રિકેટના સટ્ટાનો પૈસાથી હરાજીતનો જૂગાર રમી રમાડે છે' જે મુજબની બાતમી હકિકત આધારે પરીક્ષિતા રાઠોડ, એસપી. પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી જે. પી. જાડેજા ઇન્ચાર્જ પો. ઇન્સ. સાયબર સેલ, બોર્ડર રેન્જ-ભુજ અને એસ. ઓ. જી. પો. ઇન્સ. તથા એલ. સી. બી. પો. સબ. ઇન્સ. શ્રી એમ. એસ. રાણાનાઓએ એલસીબી તથા એસઓજીની સંયુકત ટીમો બનાવી બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં કુલ ૧૦ આરોપીઓ આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર હારજીતનો ક્રિકેટ સટ્ટા રમતા ઝડપાયેલ અને તેઓના કબજામાંથી મુદામલ મળી આવેલ છે.

જેમાં મોબાઇલ ફોન નંગ-૭ર, કિ. રૂ. ર,૪૯,પ૦૦, લેપટોપ નંગ-પ, કિ. રૂ. ૧,૦પ,૦૦૦, એલઇડી ટીવી નંગ-૩ કિ.રૂ. ૪૪,૦૦૦, કોમ્યુનીકેશન કોન્સફરન્સના મશીનો નંગ-૪, કિ. રૂ. ૯પ,૦૦૦, રોકડા રૂ. પ૪,ર૦૦ તથા અન્ય સાધન સામગ્રી કિ. રૂ. ૭૮૦૦, વાહનો -૪, કિ. રૂ. રર,ર૦,૦૦૦ એમ કુલ કિ. રૂ. ર૭,૭પ,પ૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.

આરોપીઓ અબ્દુલ હમીદ ઉર્ફે સુમન આદમભાઇ ચાનીયા રહે. શેરી નં.૬ વાગપરા મોરબી, ભાવેશભાઇ જગદીશભાઇ પંડયા ઉ.પ૦ રહે. જંકશન પ્લોટ શેરી નં. ૧૦, શાંતાકુંજ રાજકોટ, મહમદહનીફ ઉર્ફે બાબો ગુલામભાઇ ચાનીયા, ઉ.૩૪, રહે. મુળ લીલાપર રોડ બોરીયાવાસ મોરબી, ઇસ્માઇલ નુરમામદ ચાનીયા ઉ.૩૩, રહે. જોન્સનગર લાટી પ્લોટ નં. ૮, શેરી નં. ૩, મોરબી, સોકત અલારખા ચાનીયા ઉ.૪૦, રહે.લાટી પ્લોટ નં. ૧૩ મોરબી, રહીમ જુમાભાઇ ચાનીયા ઉ.પ૦ રહે. આજી વસાહત ખોડીયારનગર શેરી નં. પ, જી. આઇ. ડી. સી. રાજકોટ, યુનુસ કાસમભાઇ સીંધી (મુસ્લીમ) ઉ.૪૪ રહે. કાલીકા પ્લોટ રવાપર રોડ,  રામદેવપીર મંદિરની બાજુમાં મોરબી (૮) આસીફ તૈયબભાઇ અધામ ઉ.ર૪ રહે. કાલીકા પ્લોટ ભવાની સોડાવાળી શેરી મોરબી (૯) ફારૂક અબુભાઇ પોપટાણી (મેમણ) ઉ.૩૮ રહે. ગારીયાધાર ધણકુવા પ્લોટ ચોક હચના ટાવરની પાછળ જી. ભાવનગર (૧૦) મૌસીમ મહમદભાઇ માજોઠી ઉ.ર૪ રહે. કાલીકા પ્લોટ શેરી નં.૪ ભવાની સોડાવાળાી શેરી  મોરબી વાળાઓને ઝડપી પાડી આરોપીઓ વિરૂધ્ધ આદિપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે.

મજકુર તમામ આરોપી આઇ.પી.એલ. ક્રિકેટ સિઝન ઉપર હારજીતનો સટ્ટો રમવા આદિપુર શહેર ખાતે મકાન ભાડે રાખી બોબડીકાર્ડથી લાઇન ચલાવતા હોઇ અને જે બોબડીકાર્ડ દ્વારા મેચના ભાવ કોમ્યુનિકેટર સાધનના માધ્યથી બુકીઓ પાસેથી ભાવ સાંભળી આ કોમ્યુનિકેટ સાધનથી ૭૦ થી વધુ મોબાઇલને એક સાથે જોડી ગુજરાત રાજયના બુકીઓ પાસેથી સોદોઓ નકકી કરી હારજીનો મોટી રકમનો ક્રિકેટ સટ્ટાને ઝડપી પાડવામાંપોલીસને મોટી સફળતા મળેલ છે.

આ કામગીરીમાં જે.પી.જાડેજા, ઇન્ચાર્જ પો.ઇન્સ. સાયબર સેલ, બોર્ડર રેન્જ ભુજ અને પો.ઇન્સ. એસ.ઓ.જી. એમ.એસ.રાણા પીએસઆઇ એલસીબી, એન.એન. રબારી પીઓસઆઇ એસઓજી એ.પી.જાડેજા પીએસઆઇ એલસીબી તથા એલસીબી સ્ટાફના એએસઆઇ પ્રવિણસિંહ પલાસ એચસી દેવરાજભાઇ આહિર, નરશીભાઇ પઢીયાર, પુષ્પરાજસિંહ ગોહિલ, પ્રહલાદસિંહ ચુડાસમાં પી.સી. બલભદ્રસિંહ જાડેજા તથા વિક્રમસિંહ જાડેજા તેમજ એસઓજી સ્ટાફના એએસઆઇ રમજુભાઇ  રાયામા તથા એસસી દેવાનંદભાઇ બારોટ, તખતસિંહ સિંધવ તથા પીસી અજયસિંહ ઝાલાનાઓ જોડાયેલ હતા.

(3:52 pm IST)