Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ઉનાની જુની શાહ એચ.ડી. હાઇસ્કુલના પૂર્વ છાત્રોનું સ્નેહમિલન ત્થા ગુરૂવંદના કાર્યક્રમ યોજાયો

ઉના તા. ૧૭ : અહીં ૧૦૦ વર્ષ જુની શાહ એચ.ડી.હાઇસ્કુલમાં ૧૯૬૪ થી ૧૯૬૮ દરમ્યાન ધો.૮,૯,૧૦,૧૧ માં ભણી ગયેલ પૂર્વ  વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન ત્થા ગુરૂવંદના ઉ.૮પ ની અધ્યક્ષ સ્થાને યોજાયુ હતું જેમાં કેળવણી મંડળના પ્રમુખ જીતુભાઇ શેઠ, ઉપપ્રમુખ દિપકભાઇ શાહ, પ્રફુલભાઇ, કિરીટભાઇ દેશાઇ, મંગળાદાસભાઇ ગાંધી, ધીમંતભાઇ શાહ, લલીતભાઇ, વિપુલભાઇ શેઠ, રામજીભાઇ પોકીયા વિગેરે આગેવાનો ત્થા પ૦ વર્ષ પહેલા અભ્યાસ કરી ગયેલ ૧૧૦ થી વધુ વિદ્યાર્થીભાઇઓ-બહેનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી.પૂર્વ ગુરૂજી ભાસ્કરભાઇ ભટ્ટ, જયસુખભાઇ જોષી, રમેશભાઇ પંડયા, ભાઇલાલભાઇ ગઢીયાનુ શાલ ઓઢાડી વકીલ નરેન્દ્રભાઇ આચાર્ય, કિશોરભાઇ ઓઝાએ સન્માન કર્યું હતું.

પૂર્વ વિદ્યાર્થીઓ ત્થા પૂર્વ શિક્ષકોએ જણાવેલ કે પ૦ વર્ષ પહેલા જે ગુરૂ-શિષ્ય પ્રત્યે જે આદર ભાવ હતો તે ર૧મી સદીના વિદ્યાર્થીઓમાં જોવા મળતો નથી તેમજ ટયુસન વિરોધી હોવાનું જણાવી શિક્ષકોએ વિદ્યાર્થીઓને કલાસમાં શિક્ષણ આપવું શિક્ષણ ૩ પાયા ઉપર ટકે છે જીજ્ઞાશા તત્પરતા અને અનુશાસન એક સમય બદ્ધતા વચનબધતા નિયમ બધ્ધતા શર્તો છ ે વિદ્યાર્થીઓને રસ પડે તેવી રીતે ભાર વગરનું ભણતર ભણાવવુ જોઇએ વિદ્યાર્થીઓ ત્થા શિક્ષકમાં વાચનનો આગ્રહ રાખવો જોઇએ. આ કાર્યક્રમને સફળ બનાવવા નરેન્દ્રભાઇ આચાર્ય, કિશોરભાઇ ઓઝા, હરેશભાઇ ઉપાધ્યાય, રજનીભાઇ દામાણી, હર્ષદભાઇ શાહ, ભાણાભાઇ મજીઠીયા, ચંદ્રકાંતભાઇ જોષી, ધીરૂભાઇ પંડયા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

(11:45 am IST)