Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ભાવનગરમાં ફિલ્મના શુટીંગ માટે કરણ જોહર આવશે

ભાવનગર તા. ૧૭ :.. ભાવનગર અલંગ સહિતનાં સ્થળોએ ફિલ્મનાં શુટીંગ માટે જાણીતા અભિનેતા વિક્કી કૌશલ તથા બોલીવુડની ટીમ ભાવનગર આવી પહોંચી છે અને ત્રણ દિવસ રોકાણ કરનાર છે.

ઉરી ફિલ્મથી દેશભરમાં જાણીતા બનેલા હિન્દી ફિલ્મનાં અભિનેતા વિક્કી કૌશલ અને બોલીવુડની ટીમ ભાવનગર આવી છે.

શહેરની હોટલ એફસી સરોવર પોર્ટીકો ખાતે આ ફિલ્મ કલાકારો રોકાયા છે. ત્રણ દિવસ ભાવનગર તથા અલંગનાં કેટલાક વિસ્તારોમાં ફિલ્મનું શુટીંગ થનાર છે. હોટલ એફસી સરોવર પોર્ટીકો અને લીલા ગ્રુપનાં ગીરીશ રામૈયાનાં જણાવ્યા મુજબ અભિનેતા આશુતોષ રાણા પણ ભાવનગર આવનાર છે. ડાયરેકટર કરણ જોહરનાં બેનર તળે બની રહેલ આ ફિલ્મનું શુટીંગ ત્રણ દિવસ ભાવનગરમાં થશે અને કરણ જોહર પણ ભાવનગર આવનાર છે.

(11:29 am IST)