Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

કચ્છના ગળપાદરા હાઇવે પર ટ્રેઇલરે એક્ટીવાને અડેફેટ લેતા પોલીસપુત્ર સહીત બે યુવાનોના મોત

મુન્દ્રા -અંજાર માર્ગ પર મુરલીધર હોટલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો

કચ્છના ગળપાદર હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં પોલીસ પુત્ર સહિત 2 યુવાનોના મોત થયા હતા . ટ્રેલરે એક્ટિવાને અડફેટમાં લેતા આશાસ્પદ યુવાનોના કરૂણમોત નિપજ્યા છે

   અંજારથી મુંદરા માર્ગે ગળપાદર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા પોલીસ પુત્ર સહિત બે યુવાનો કાળનો કોળિયો બની ગયા હતા. ગળપાદર હાઈવે પર આવેલી મુરલીધર હોટલ સામે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેઈલરે એક્ટિવાને ટક્કર મારતા બે આશાસ્પદ યુવાનો કાળને ભેટ્યા હતા.

 આ ગમખ્વાર અકસ્માતમાં મૂળ પંજાબનાં હોશિયારપુર વતની અને હાલ વરસામેડીનાં બાગેશ્રી ટાઉનશીપ-૭ રહેતા 27 વર્ષિય લખવીંદરસિંઘ મદતરામ શેરગીલ તેમજ ગાંધીધામના ભારતનગરમાં રહેતા 23 વર્ષિય પોલીસ પુત્ર મનોજભાઈ ગેવરચંદ મોરિયાને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં મોતને ભેટ્યા હતા.

ગેવરચંદભાઈ પદ્ધર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે. તેમનો પુત્ર પણ આ જાવલેણ અકસ્માતનો ભોગ બન્યો હતો. જયારે સુનિલ બલવીરસિંઘ ઠાકુરને ઈજાઓ થતાં સારવાર માટે ખસેડાયો હોવાનું જાણવા મળ્યું હતું. આશાસ્પદ યુવાનોએ અકસ્માતે દમ તોડતા બન્નેના પરિવારજનોમાં શોક ફેલાઈ ગયો હતો

(10:21 am IST)