Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતો તાપઃ અમરેલીમાં સૌથી વધુ ગરમી-મહતમ તાપમાન ૪૨.૨ ડિગ્રીઃ રાજકોટ ૪૧.૫ ડિગ્રી

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે બપોરના સમયે રસ્તાઓ સુમસામ થઇ જાય છે ત્યારે મહતમ તાપમાનનો પારો પણ સડસડાટ ઉંચે ચડી જતા લોકોને અસહ્ય ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.

આજે સૌથી વધુ ગરમી અમરેલીમાં ૪૨.૨ ડિગ્રી નોંધાઇ છે

જયારે કંડલા એરપોર્ટ ૪૨.૦ ડિગ્રી, સુરેન્દ્રનગર ૪૧.૮ ડિગ્રી, ભુજ ૪૧.૬ ડિગ્રી, રાજકોટ ૪૧.૫ ડિગ્રી, પોરબંદર ૪૧.૪ ડિગ્રી, વડોદરા ૪૦.૬ ડિગ્રી, મહુવા (સુરત) ૪૦.૬ ડિગ્રી, અમદાવાદ ૪૦.૨ ડિગ્રી, ગાંધીનગર ૪૦.૦ ડિગ્રી, દિવ ૩૯.૮ ડિગ્રી, ડીસા ૩૯.૬ ડિગ્રી, નલીયા ૩૮.૦ ડિગ્રી, વેરાવળ ૩૬.૨ ડિગ્રી, ઓખા ૩૧.૮ ડિગ્રી, દ્વારકા ૩૧.૬ ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ છે.

(7:58 pm IST)