Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

પોરબંદરમાં પોલીસતંત્રના જવાબદાર દ્વારા મહિલા અગ્રણી સાથે અભદ્ર વર્તન

તટસ્થ તપાસ કરીને ઇન્સ્પેકટરને સસ્પેન્ડ કરવા એસ.પી.ને રજૂઆત

પોરબંદર તા. ૧૭: મહિલા અગ્રણી લીલુભાઇ નરેન્દ્રભાઇ ભુતિયાએ જિલ્લા પોલીસ અધિક્ષકને રજુઆત કરીને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરે પોતાની સાથે અભદ્ર વર્તન કરેલ હોય કાયદેસર કાર્યવાહી કરવા માગણી કરી છે.

રજૂઆતમાં લીલુબેન ભૂતિયાએ જણાવેલ કે ર પક્ષો વચ્ચે ઝઘડાના સમાધાન માટે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ગયેલ અને પી.આઇ.ની ચેમ્બરમાં રજૂઆત કરીને સમાધાન માટે કહ્યું હતું ત્યારે પી.આઇ.એ ઉશ્કેરાયભર્યું વર્તન અને અભદ્ર વર્તન કરીને જણાવેલ કે કોઇપણ અધિકારી પાસે જવું હોય ત્યાં જાવ મારૃં કોઇ બગાડી શકે નહીં.

મહિલા અગ્રણી લીલુબેને અભદ્ર વર્તનમાં તટસ્થ તપાસ કરીને પોલીસ ઇન્સ્પેકટરને સસ્પેન્ડ કરવા પગલા લઇને માગણી કરીને પગલા નહીં લેવાય તો કોર્ટમાં જવાની ચીમકી એસ.પી.ને રજુઆત સાથે આપી છે. (૭.ર૬)

(4:38 pm IST)
  • કબરમાંથી સદ્દામનો મૃતદેહ ગાયબ : ઇરાકના પૂર્વ સતાધીશ સદ્દામ હુસૈનને અલ-અજવા ગામમાં દફનાવ્યા હતા : આજે ત્યાં કોઇ અવશેષ નથી : ૩૦ ડિસે. ર૦૦૬ના દિને દફત થયુ હતું : ઉલ્લેખનીય છે કે, શિયા સમુદાય અહીં સદ્દામનું સ્થાનક બને તેમ ઇચ્છતો ન હતો : ઝીન્યુઝીનો અહેવાલ access_time 11:22 am IST

  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST

  • વડોદરાના બહુચર્ચિત ભટનાગર બંધુઓની ધરપકડ : વડોદરામાં રૂ. 2654 કરોડના કૌભાંડમાં પિતા સુરેશ ભટનાગર અને બન્ને ભાઈઓ અમિત - સુમિત ભટનાગરની ધરપકડ : રાજસ્થાનના ઉદયપુરથી કરાઈ ત્રણેયની ધરપકડ : CBI અને ATSનું સંયુક્ત સફળ ઓપરેશન access_time 12:34 am IST