Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

જામનગરમાં પરપ્રાંતિય શ્રમિકને કોઇએ પતાવી દીધો

જામનગર  તા. ૧૭ : અહીં સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વિઘ્યાચલરામ ડેમારામ બાલેશ્વરરામ ચમાર એ ફરીયાદ નોંધાવી છે કે, મદનરામ ડેમારામ બોલેશ્વરરામ ચમાર ઉ.વ.૩૮, રે. દરેડ જામનગરવાળા ગોકુલનગર હરીયા કોલેઝની સામે, એટલાન્ટીક નામના બિલ્ડીંગના બાધકામના સેલરમાં કામ કરતો હતો ત્યારે કોઈ અજાણ્યો ઈસમે કોઈપણ કારણસર માથામા ઈટના ઘા મારી તથા શરીરના ભાગે ગંભીર અને જીવલેણ ઈજા કરતા ઈજા પામનાર મદનરામ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મરણ ગયેલ છે કોઈ અજાણ્યા ઈસમે કોઈપણ કારણસર તેનું મોત નિપજાવી ગુનો કરેલ છે.

પૂર્વ આયોજીત કાવતરૃં રચી માર માર્યાની રાવ

અહીં પંચ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કનુભા મુળુભા ઈસરાણી એ ફરીયાદ નોંધાવી છે કે, કનુભા સચાણા ગામે મહાદેવના મંદિરથી દર્શન કરી તે મોટરસાયકલ ઉપર સાપર આવતા હતા ત્યારે બચુભાઈ કકલ, અકબર બચુભાઈ કકલ, અસગર બચુભાઈ કકલ, બચુ હાસમ કકલ, એક અજાણી ઈસમ રે. સંચાણાએ કનુભાની પાછળ બે મોટરસાયકલ પર આવી ફરીયાદી આડા પોતાના મોટરસાયકલ રાખી અવરોધ કરી ફરીયાદી કનુભા ને ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી અકબર બચુભાઈ કકલ એ પાઈપ થી જમણા પગના નળા મા મારમારી મુંઢ ઈજા કરી હાજી બચુભાઈ કકર એ ફરીયાદી ને જાનથી મારી નાખવાના ઈરાદાથી છરી વડે ડાબા પડખા મા તથા ડાબા હાથની કોણી પાસે જિવલેણ ઈજાઓ કરી તેમજ અસગર બચુભાઈ કકલ, બચુ હાસમ કકલ તથા એક અજાણ્યા ઈસમે લાકડી વડે આડેધડ મુંઢ ઈજા કરી નાસી ગયેલ છે.

જમીન બાબતે મનદુઃખ થતા માર માર્યાની રાવ

અહીં પંચ ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જીવરાજ રવજીભાઈ દુધાગરા એ ફરીયાદ નોંધાવી છે કે, રણજીતપર ગામે ફરીયાદી જીવરાજભાઈ ને જમીન બાબતે મનદુઃખ ચાલતુ હોય તેના કારણ ફરીયાદી જીવરાજભાઈ ને તથા સાહેદોની બાબતે રાજેશ છગનભાઈ દુધાગરા, દિનેશ છગનભાઈ દુધાગરા એ લાકડીવડે સાહેદ રતીલાલ ને માર મારતા હોય જેથી  જીવરાજભાઈ વચ્ચે પડતા રાજેશ છગનભાઈ દુધાગરા એ લાકડીવડે જમણા હાથના પંજાના ભાગે તથા દિનેશ છગનભાઈ દુધાગરા એ લાકડીથી ફરીયાદીને છાતીના ડાબા ભાગે માર મારેલ તથા સાહેદ રતીલાલ ને કિશોરભાઈ છગનભાઈ દૂધાગરા તથા રાજેશ છગનભાઈ દૂધાગરા એ મુંઢમાર મારેલ તથા શરીર ખંભા તથા વાંસા ના ભાગે ફેકચર જેવી ઈજા કરી માર મારેલ તેમજ છગનભાઈ દુધાગરા એ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

વાહન અકસ્માતમાં મોત

અહીં જામનગરની જી.જી.હોસ્પિટલના એ.એસ.આઈ. આર.એ.રાણએ જાહેર કરેલ છે કે, દિનેશભાઈ બાબુભાઈ જાખરીયા ઉ.વ.પર, રે. ખોડીયાર કોલોની હાઉસીંગ બોર્ડના મકાનમાં બ્લોક નં. ૭, જામનગરવાળાને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવારમાં દાખલ થતા મરણ ગયેલ છે.

(1:10 pm IST)
  • પશ્ચિમ બંગાળમાં જોરદાર આંધી :8ના મોત :કેટલાય ઘાયલ :બે અલગ અલગ જગ્યાએ દુર્ઘટના : મૃતકોમાં ચાર લોકો કોલકાતાના અને ચાર લોકો હાવડાના રહેવાશી access_time 1:35 am IST

  • ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી, પિથૌરગઢ, રૂદ્રપ્રયાગ,નૈનિતાલ, અલ્મોડા સહિતના જિલ્લાઓમાં ૨૪ કલાકમાં વરસશે વરસાદઃ અન્ય જગ્યાએ વાતાવરણ રહેશે સામાન્યઃ ગઇકાલે દેહરાદૂન અને નજીકના કેટલાક વિસ્તારોમાં છાંટા પડયા'તા access_time 3:47 pm IST

  • કબરમાંથી સદ્દામનો મૃતદેહ ગાયબ : ઇરાકના પૂર્વ સતાધીશ સદ્દામ હુસૈનને અલ-અજવા ગામમાં દફનાવ્યા હતા : આજે ત્યાં કોઇ અવશેષ નથી : ૩૦ ડિસે. ર૦૦૬ના દિને દફત થયુ હતું : ઉલ્લેખનીય છે કે, શિયા સમુદાય અહીં સદ્દામનું સ્થાનક બને તેમ ઇચ્છતો ન હતો : ઝીન્યુઝીનો અહેવાલ access_time 11:22 am IST