Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

વેરાડમાંથી ઝડપાયા બાદ ચોખંડા ગામેથી વધુ એક જુગારધામ ઝડપાયું: ૧૩ પત્તાપ્રેમી ઝબ્બે

વેરાવળ ગામેથી જુગાર રમતા ઝડપાયેલા નતમસ્તક પત્તાપ્રેમીઓ સાથે ભાણવડ પી.એસ.આઇ. સહિતનો સ્ટાફ પ્રથમ તસ્વીરમાં ત્થા ભાણવડ પોલીસે ચોવીસ કલાકમાં બીજો જુગાર અખાડો ચોખંડામાંથી ઝડપી લીધો તેના આરોપીઓ બીજી તસ્વીરમાં નજરે પડે છે.

ભાણવડ તા.૧૭ : ભાણવડ પંથકમાં દારૂ-જુગારની બદી ખુબ જ વધી ગઇ હોય તેમ દર બીજા-ત્રીજા દિવસે પોલીસ ચોપડે કેસ નોંધાઇ રહ્યો છે. આવા જ વધુ એક કેસમાં ભાણવડ પોલીસ દ્વારા તાલુકાના વેરાડ ગામના રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે.

પી.એસ.આઇ.કે.જે. સથવારા તથા હેડ કોન્સ મસરીભાઇ ભોચીયા, પો.કોન્સ. પરેશભાઇ સાંજવા, નીલેષભાઇ કારેણા, માલદેભાઇ કરંગીયા સહિતના નાઇટ પેટ્રોલીંગમાં હતા ત્યારે ખાનગી રહે મળેલી બાતમી મુજબ તાલુકાના વેરાડ ગામે જગદિશભાઇ બાવજીભાઇ કણસાગરના મકાનમાં દરોડો પાડવામાં આવતા જગદિશભાઇ તેમજ બહારથી તીનપત્તીનો જુગાર રમવા આવેલા શખ્સો જેમાં ૧. દિનેશભાઇ ગોરધનભાઇ શીરા રે.સ.ઇ દેવરીયા, ર. રસીકભાઇ ધનજીભાઇ કણસાગરા રે.સ. દેવરીયા, ૩. રોહિત પરસોતમભાઇ ભાલોડીયા રે. વેરાડ, ૪. જયસુખ મનસુખ સોનગરા રે.વેરાડ, પ. રાજેશ રામજી ભાલોડીયા રે.વેરાડ અને ૬. રાયમલભાઇ અમનભાઇ ભાલોડીયા રે.વેરાડ રંગે હાથ ઝડપાઇ ગયા હતા અનેતેમના કબ્જામાંથી કુલ રૂ. ૯૪,૪૦૦ રોકડા તેમજ મોબાઇલ નંગ-પ કિં. રૂ. ર૬૦૦ મળી કુલ રૂ.૯૭૦૦૦ નો મુદામાલ કબ્જે કરી પો.કોન્સ. હેમંતભાઇ નંદાણીયાની ફરીયાદના પગલે કાર્યવાહી કરવામાં આવેલ છે.

ભાણવડ પંકથમાં છેલ્લા ચોવીસ કલાકમાં જ બે સ્થળેથી ભાણવડ પોલીસ જુગારધામ ઝડપાયા બાદ આજે દિવસના ચોખંડામાંથી વધુ એક જુગારધામ ઝડપાયું છ.ે

ચોખંડા ગામે રહેતા જેશા સવદાસભાઇ ગોજીયાના રહેણાંક મકાનમાં જુગાર ચાલતો હોવા અંગેની હકિકતના આધારે જુગારધારા કલમ નં. ૬ મુજબનુ ખાસ વોરંટ મેળવી ભાણવડ પી.એસ.આઇ. એચ.આર. કુવાડીયા તથા પી.એસ.આઇ. કે.જે. સથવારા તેમજ સ્ટાફે રેઇડ કરતા જેશાસવદાસ ગોજીયા રે. ચોખંડા, ર. ભાયા જેઠા ભાટું રે.ચોખંડા, ૩. દિપક લાલજી પાડલીયા રે.લાલપુર, ૪. ફારૂક અલીભાઇ રાવમાં રે.ચોખંડા, પ. સુરેશ હંસરાજ વાછાણી રે.લાલપુર, ૬. નાથા નાનજીભાઇ પટેલ રે.ભણગોર વાળાઓને તીનપતીનો જુગાર રમતા રંગે હાથ ઝડપી તમામ વિરૂધ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જુગાર સ્થળેથી રોકડ રકમ રૂ.૧,૦પ,૬૦૦ તથા પાંચ મોબાઇલ કિ.રૂ.૩પ૦૦ મળી કુલ રૂ.૧,૦૯,૧૦૦ નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

(1:10 pm IST)
  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST

  • લાલગેટ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કરીને પત્નીના ટુકડા ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાં નાખી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસનો દાવો છે કે રવિવારે હત્યા કરીને લાશ સગેવગે કરવા અલગ અલગ જગ્યાએ શરીરના ટુકડા નાખ્યા હતા. યુવતીનું માથું ઘરમાંથી મળી આવ્યું હતું. આ મામલે સામે આવ્યું છે કે પતિએ છરા વડે પત્નીના શરીરના ટુકડા કર્યા અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધા. ત્યારબાદ ઘરની સાફ-સફાઈ કરી હતી. પત્નીના હાથ અને પગના ટુકડાની થેલી ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તેને રંગેહાથ ઝડપ્યો. access_time 4:01 am IST

  • કાશ્મીરમાં શંકરાચાર્યજીના સ્થાનક શારદા પીઠની અવદશા : પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરમાં આવેલ નીલમ વેલીમાં શંકરાચાર્યજીની મૂળ પીઠ મનાતી શારદા પીઠના અવશેષોની હાલત જોઈ કોઈપણ હિન્દુનો જીવ ઉકળી ઉઠે છે, ચીનના બૌદ્ધ સાધુ શીયાન ઝેંગે ૭મી સદીમાં આ ભવ્ય સ્થળની મુલાકાત લઈ નોંધ લખી છે, ઈન્ડીયાહીસ્ટ્રીપીકના ટ્વીટર હેન્ડલ ઉપર આ વિગતો મુકાયેલ છે access_time 12:50 pm IST