News of Tuesday, 17th April 2018

રાજુલા નગરપાલિકાનાં મહિલા પ્રમુખ મીનાબેન વાઘેલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર : સત્તા ગુમાવી

કોંગ્રેસના ૧૯ સભ્યોએ કોંગ્રેસનાં જ મહિલા પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મુકયો હતો : હવે નવા મહિલા પ્રમુખ માટે જનરલ બોર્ડ મળશે

રાજુલા તા.૧૭ : રાજુલામાં કોંગ્રેસ શાસિત નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ  જતા હવે નવા મહિલા પ્રમુખની પસંદગી માટે કોંગ્રેસના ઉપપ્રમુખ જનરલ બોર્ડ બોલાવશે.

છેલ્લા બે દાયકા બાદ રાજુલા પાલિકામાં ર૮ બેઠકોમાંથી ર૭ બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો.

મહિલા કોંગ્રેસની ટર્મ હોવાથી મીનાબેન વાઘેલાની તથા ઉપપ્રમુખ પદે છત્રજીતભાઇ જાખડાની તથા  અન્ય ચેરમેનોની બિનહરીફ વરણી કરાઇ હતી.

ત્યારબાદ સવા મહિનાના ટુંકા ગાળમાં પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાઇ હતી.

જેમાં ર૭ માથી ૧૯ કોંગ્રેસના સભ્યોએ પ્રમુખ વિરૂધ્ધ અવિશ્વાસ દરખાસ્ત પસાર કરતા મીનાબેન વાઘેલાની જગ્યાએ હવે નવા મહિલા પ્રમુખની વરણી કરવામાં આવશે.

(1:08 pm IST)
  • વડોદરાના બહુચર્ચિત ભટનાગર બંધુઓની ધરપકડ : વડોદરામાં રૂ. 2654 કરોડના કૌભાંડમાં પિતા સુરેશ ભટનાગર અને બન્ને ભાઈઓ અમિત - સુમિત ભટનાગરની ધરપકડ : રાજસ્થાનના ઉદયપુરથી કરાઈ ત્રણેયની ધરપકડ : CBI અને ATSનું સંયુક્ત સફળ ઓપરેશન access_time 12:34 am IST

  • આઈડિયા સેલ્યુલર મોબાઈલના વિસ્તાર માટે આદિત્ય બીઓર્લાં ગ્રુપ 1 બિલિયન ડોલર 7000 કરોડ ઉભા કરશે access_time 10:50 pm IST

  • કાશ્મીરમાં શંકરાચાર્યજીના સ્થાનક શારદા પીઠની અવદશા : પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરમાં આવેલ નીલમ વેલીમાં શંકરાચાર્યજીની મૂળ પીઠ મનાતી શારદા પીઠના અવશેષોની હાલત જોઈ કોઈપણ હિન્દુનો જીવ ઉકળી ઉઠે છે, ચીનના બૌદ્ધ સાધુ શીયાન ઝેંગે ૭મી સદીમાં આ ભવ્ય સ્થળની મુલાકાત લઈ નોંધ લખી છે, ઈન્ડીયાહીસ્ટ્રીપીકના ટ્વીટર હેન્ડલ ઉપર આ વિગતો મુકાયેલ છે access_time 12:50 pm IST