Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

પારો ઉંચકાતા ધોમધખતો તાપ

સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ આકરા ઉનાળાનો અહેસાસ

રાજકોટ તા.૧૭: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મહતમ અને લઘુતમ તાપમાનનો પારો ઉચકાતા લોકો આકરા ઉનાળાથી ત્રાહીમામ પોકારી ગયા છે.

સવારના સમયે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ આકરા તાપનો અહેસાસ થવા લાગે છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે છે બપોરના સમયે મહતમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર થઇ જતા રસ્તાઓ સુમસામ થઇ જાય છે અને લોકો પરસેવે રેબઝેબ થઇ જાય છે.

સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયો છે. બપોરના સમયે હીટવેવનો અનુભવ થઇ રહ્યો છે. આગામી ત્રણેક દિવસો પણ હીટેવવની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

દરમિયાન ગઇકાલે સુરેન્દ્રનગર ૪૨ ડિગ્રી સાથે સૌથી ગરમ જિલ્લો રહ્યો હતો જ્યારે અમરેલી ૪૧.૨ અને રાજકોટ ૪૧ ડિગ્રીએ ધગધગ્યું હતું.

જામનગર

તાપમાન ૩૬ મહત્તમ, ૨૩.૮ લઘુતમ, ૮૫ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૮.૬ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

જુનાગઢ

જુનાગઢ સહિતના વિસ્તારોમાં અગનવર્ષા યથાવન રહી છે.

ગઇકાલે નવા સપ્તા હતા પ્રથમ દિવસે મહમત તાપમાન ૪૦.૬ ડિગ્રી નોંધાયા બાદ આજે સવારનું લઘુતમ તાપમાન ૨૧.૩ ડિગ્રી રહ્યુ હતુ.

સવારે વાતાવરણમાં ભેજ ઘટીને ૫૬ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૫.૧ કિમીની રહી હતી.

(1:07 pm IST)