Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

પોરબંદરમાં સમસ્ત ખારવા સમાજની મીટીંગમાં શૈક્ષણિક વિકાસ સંગઠન અને વ્યસન મુકિતનો નિર્ધાર

મીટીંગમાં ઉપસ્થિત બહારગામ ખારવા સમાજના આગેવાનો દ્વારા રોજગારી અને જ્ઞાતિ ઉત્કર્ષની ચર્ચા

પોરબંદર તા.૧૭: ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખશ્રી દેવશીભાઇ ગોહેલ, ઉપપ્રમુખશ્રી જીતુભાઇ મોહનભાઇ કુહાડાના અધ્યક્ષ સ્થાને પોરબંદર ખાતે શ્રી સમસ્ત ગુજરાત ખારવા સમાજની દર વર્ષની જેમ મીટીંગનું મળેલ હતી ખારવા સમાજના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઇ ભીખુભાઇ જુંગી, ખારવા સમાજના ટ્રસ્ટીશ્રી રણછોડભાઇ ગગનભાઇ શિયાળ, તથા પંચપટેલ/ટ્રસ્ટીશ્રીઓ, પોરબંદર માછીમાર બોટ એસોસીએશનના પ્રમુખશ્રી ભરતભાઇ ધનજીભાઇ મોદી તથા કારોબારી સભ્યશ્રીઓ, પોરબંદર માછીમાર પિલાણા એઓસીએશનના પ્રમુખ ભાસ્કરભાઇ કાનજીભાઇ પાંજરી તથા કારોબારી સભ્યશ્રીઓ, તેમજ ખારવા સમાજના શ્રેષ્ઠીઓ હાજર રહેલા.

અખીલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખશ્રી ગોપાલભાઇ નથુભાઇ ફોફંડી જી.એફ.સી.સી.એ.ના ચેરમેન વેલજીભાઇ કાનજીભાઇ મસાણી આ બંન્ને ને જ્ઞાતિ ગૌરવથી સન્માનીત કરવામાં આવેલ.  નવીબંદરના પટેલશ્રી મોહનભાઇ ગોસીયા, જાફરાબાદના પટેલ નારણભાઇ કલ્યાણભાઇ બાંભણીયા, વણાકબારાના પટેલશ્રી કિર્તિભાઇ પ્રેમજીભાઇ ગોહેલ, જામનગરના પટેલશ્રી હરેશભાઇ ડાયાલાલ તરીયાવાળા, દ્વારકાના પટેલ વિજયભાઇ બહાદુરભાઇ તાવડી, માંડવીના કિશોરભાઇ નારણભાઇ કાષ્ટા, મુંબઇના સચીનભાઇ પ્રેમજીભાઇ ભદ્રેસા, સુરતના શૈલેષભાઇ કે.ઉમરીગર, પ્રદિપભાઇ ઉમરીગર, સીક્કા ના લધુભાઇ કારાભાઇ ધોધલીયા, જામસલાયા દિનેશભાઇ જગાભાઇ ટીંબરાવાળા, મુંન્દ્રાના રાજેશભાઇ મોહનભાઇ કાષ્ટા, ભીડીયાના રતીલાલભાઇ સાકરભાઇ ગોહેલ,  માંડવીસલાયાના રમેશભાઇ શામજીભાઇ માલમ, ઘોઘલાના રમેશભાઇ ભીમજીભાઇ ચુંદડીયા, જાફરાબાદ નગરપાલીકાના પુર્વપ્રમુખ ભગુભાઇ ગાંડાભાઇ સોલંકી, ઉનાના પરષોત્તમભાઇ હંસુલભાઇ કાપડીયા, દીવ સાકરભાઇ લાલાભાઇ કાપડીયા, મુળદ્વારકાના પવનભાઇ ઉકરડાભાઇ આંજરી, સુત્રાપાડાના રમેશભાઇ સોમાભાઇ કોટીયા, તથા અમૃતભાઇ ભીખાભાઇ સોલંકી, નવાબંદર ના બીપીનભાઇ દેવજીભાઇ સોલંકી, માધવાડના દેવજીભાઇ લખમભાઇ પાંજરી, ધામરેજના ગણેશભાઇ સીદીભાઇ દળી, ઓખાના મુકેશભાઇ કાનજીભાઇ પાંજરી, ગાંધીધામના શીવજીભાઇ વલુભાઇ ઝાલા, ચોરવાડના બાબુભાઇ વિશ્રામભાઇ ચોરવાડી, ભરૂચના શૈલેષભાઇ મિસ્ત્રી, સુનિલભાઇ મિસ્ત્રી, ખંભાતના રોહીતભાઇ ખારવા, વડોદરાના હીરાલાલભાઇ ગાંડાલાલ ખારવા, હેમંતભાઇ એમ.ખંભાતા, વલસાડના બલવીરભાઇ ટંડેલ તથા સમગ્ર ગુજરાતના સાગર કિનારા ઉપર વસવાટ કરતા સાગરખેડુ ખારવા સમાજ, માંડવીથી લઇને ઉમરગામ, તેમજ મહારાષ્ટ્રના નવગામ સુધીના ખારવા સમાજના જ્ઞાતિપ્રમુખો તથા તેના આગેવાનો, નગરપાલીકાના પ્રમુખશ્રીઓ, રાજકીય આગેવાનો, અને ત્યાં ની સમાજના શ્રેષ્ઠીઓ હાજર રહેલ.

મીટીંગ મા સમાજના વિવિધ પાસાઓ જેવા કે, શૈક્ષણિક વિકાસ, જ્ઞાતિ સંગઠન, વ્યસન મુકિત, જેવા મુદ્દાઓની ચર્ચા કરેલ, અને ખારવા સમાજએ સમુદ્ર સાથે જોડાયેલો સમાજ છે, દરીયાઇ માહીતી અને દરીયાઇ વાતાવરણ થી ટેવાયેલો સમાજ છે, ખારવા સમાજની આ આવડત હિંમત અને કુનેહ રાષ્ટ્રને કામ આવે એવા શુભહેતુથી રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ જેવી કે, ઇન્ડીયન નેવી, ઇન્ડીયન કોસ્ટગાર્ડ, કસ્ટમ મરીન પોલીસ જેવી એજન્સીઓમા ખારવા સમાજના યુવાનોને આરક્ષણ આપવામાં આવે એ મુદ્દે રાજ્ય સ્તરે કે રાષ્ટ્રીય સ્તરે રજુઆત કરી સરકારશ્રીનું ધ્યાન દોરવુ. તેમજ રાજય સરકાર, તેમજ વિવિધ સરકારી યોજનાઓનો લાભ સમાજના તળીયાના લોકો સુધી પહોંચે એવા આયોજનો કરવા. તથા વિવિધ ક્ષેત્રે રોજગારીની તકો, અને સમાજ ઉત્કર્ષના વિવિધ મુદ્દાઓ વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અને સાથે સમગ્ર ગુજરાતમા વસવાટ કરતા ખારવા સમાજની અંદર ઉદભવતા કૌટુંબિક સમસ્યાઓને કોર્ટ કચેરી સુધી પહોંચી ને તબાહ થતા બચાવવા શ્રી સમસ્ત ગુજરાત ખારવા સમાજના પ્રમુખ અને પંચપટેલોના કુનેહથી વ્યવસ્થિત રીતે સમાધાન અને સમજાવટથી આ ઝગડાઓને ઉકેલી પરિવારોમાં સુલેહ કરવામાં આવે છે. આ ન્યાયની પરંપરા ખારવા સમાજએ ૪૦૦ વર્ષ ઉપરથી જાળવી રાખેલ છે અને તેના પુરાવા બારોટના ચોપડે પણ હયાત છે. આગામી દિવસોમાં મેરેજ બ્યુરો (જીવન પરીચય સમારોહ) તેમજ ગુજરાતના ગામમાંથી ખારવા સમાજના તેજસ્વી તારલાનું સન્માન કરવામાં આવશે. દરેક ગામમાં સગાઇ તેમજ લગ્ન પહેલા HIV અને થેલેસેમીયાના રીપોર્ટ ફરજીયાત લેવામાં આવે તેવુ છેલ્લા ૧૫ વર્ષથી ખારવા સમાજએ આ શરૂ કરાવેલ છે. હરીદ્વારમા જગ્યા લઇ ત્યાં ગુજરાત ખારવા સમાજની એક ધર્મશાળા બનાવવાનુ નક્કી કરેલ છે આ વખતે ગુજરાત ખારવા સમાજની એક કાયમી કમીટી બનાવવામાં આવેલ છે. જે આખા ગુજરાતમા કયાંય પણ સમાજના કાર્ય માટે જશે.

તેમજ બીજા અનેક મુદ્દાઓ ઉપર પણ ચર્ચા-વિચારણા થયેલ હાથ ધરેલ હતી.

(1:03 pm IST)
  • મધ્યપ્રદેશમાં જાનૈયાને લઇ જતો મીની ટ્રક સોનનદીમાં 100 ફૂટ ઊંડે ખાબકતા 20ના મોત ;30 ઘાયલ :સીધી જિલ્લામાં દુર્ઘટના:સોનનદીના પુલનું ડિવાઈડર તોડીને ટ્રક ખાબક્યો :જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા :રાહત-બચાવકાર્ય શરૂ :મીની ટ્રક જિલ્લાના બાહરી થાણા ક્ષેત્ર અમેલિયા નજીક પુલ પરથી 100 ફૂટ ઊંડે પડ્યો :ગેસ કટરથી કાપીને ફસાયેલ લોકોને બહાર કાઢયા access_time 1:42 am IST

  • સુરતમાં બાળકીના રેપ & મર્ડર કેસમાં પોલીસને આંશિક સફળતા મળી હોય તેમ લાગી રહ્યું છે. આંધ્ર પ્રદેશના દંપતિએ આ 11 વર્ષની બાળકી પોતાની દીકરી હોવાનો દાવો કર્યો છે. જોકે પોલીસે ખાતરી માટે પિતાના અને બાળકીના DNA સેમ્પલ લઈને તપાસ માટે મોકલી દીધા છે. access_time 10:17 pm IST

  • પ્રમોશન -બઢતીમાં દલિત/એસટી ક્વોટમાં માટે સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે તેમ એક કેન્દ્રીય પ્રધાને કહ્યું છે access_time 10:50 pm IST