News of Tuesday, 17th April 2018

ધોરાજી સ્વામીનારાયણ મંદિરનો ૩૪ મો પાટોત્સવઃ શ્રીમદ સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ જ્ઞાનયજ્ઞ

ધોરાજી, તા., ૧૭: ધોરાજીના પ્રસાદીના જુના સ્વામીનારાયણ મંદિરનો ૩૪ મો પાટોત્સવ પ્રસંગે આજથી પાંચ દિવસ કેદારી ગુરૂકુલ અને વડતાલ મંદિરના મહંત શ્રી શાસ્ત્રી ઘનશ્યામ પ્રકાશદાસજીના વ્યાસાસને વિશાળ પોથીયાત્રા દ્વારા પ્રારંભ થયો હતો.

આજના પ્રથમ દિવસે ધોરાજી મંદિરના મહંતશ્રી પુરાણી સ્વામી મોહનપ્રસાદ દાસજીએ પ્રથમ ધોરાજી મંદિરના ૩૪ માં પાટોત્સવના મુખ્ય યજમાન કિશોરભાઇ નાથાભાઇ માવાણીનું સન્માન કરેલ હતું અને તેમના પિતા અ.નિ.નાથાભાઇ માવાણી માતુશ્રી અ.નિ.ડારીબેન નાથાભાઇ માવાણીના સ્મરણાર્થે શ્રીમદ સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરેલ અને માવાણી પરીવારને આશીર્વાદ પાઠવેલ હતા.

આજના શુભ દિવસે રાધાકૃષ્ણદાસજી સ્વામી ધ્રાંગધ્રા મોહન પ્રકાશ દાસજી ધોરાજી વિગેરે સંતો દ્વારા દીપ પ્રાગટય કરી સમારોહને ખુલ્લો મુકયો હતો. બાદ વડતાલના મહંતશ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીની મધુરવાણી દ્વારા જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો હતો.

આ સાથે શા.શ્રી દર્શન વલ્લભદાસજી શા.શ્રીજીવલ્લભદાસજી કલાનું સંચાલન સાથે સત્સંગ કરશે.

આ સાથે દરરોજ રાત્રીના ૯ કલાકે જેતપુર મંદિરના મહંતશ્રી નિલકંઠ ચરણદાસજી સ્વામી અમરેલીના ભકિત સંભવ દાસજી સ્વામી સુરતના શાસ્ત્રી વિદ્યાવલ્લભદાસજી કુંડળ ધામના જ્ઞાનજીવનદાસ સ્વામી વ્યાખ્યાનમાળાનો દરરોજ લાભ આપશે.

આ સાથે વડતાલના ગાદીપતિ પ.પૂ. ૧૦૦૮ આચાર્યાશ્રી રાકેશપ્રસાદજી મહારાજ પધારી આશીર્વાદ પાઠવશે. તેમજ મેમનગર પૂ.શા. બાલકૃષ્ણ દાસજી પીપલાણાના પૂ. શા.મોહનપ્રસાદ દાસજી, વંથલીના દેવપ્રસાદદાસજી જુનાગઢના જ્ઞાન સ્વરૂપદાસજી વડીયાના પૂ. શા. રામકૃષ્ણદાસજી-આમરોલીના શા. હરીવલ્લભદાસજી-લોજના શા. હરીપ્રકાશદાસજી-સુરતના સ્વા.પ્રેમ પ્રકાશદાસજી-રણજીતનગરના ભકિતહરીદાસજી વિગેરે સંતો-મહંતો પધારી આશીર્વાદ પાઠવશે.

દરરોજ વિવિધ ઉત્સવો

ધોરાજી મંદિરના મહંતશ્રી પુરાણી મોહનપ્રસાદ સ્વામીની અધ્યક્ષતામાં દરરોજ વિવિધ ઉત્સવો ઉજવાશે. જેમાં તા.૧૮ બુધવારે સાંજના પ.૩૦ ઘનશ્યામ જન્મોત્સવ, તા.ર૦ના જળયાત્રા સાંજે પ.૩૦ કલાકે તા.ર૧ શનિવારના પદાભિષેક સવારે ૬.૩૦ કલાકે થશે.

મહોત્સવ સ્થળ લેઉવા પટેલ કેળવણી મંડળ ૬૪ર (સ્કુલ) જુનાગઢ એન્ડ જેતપુર રોડ-ધોરાજી ખાતે કથા શ્રવણનો સમય દરરોજ સવારે ૮.૩૦ થી ૧૧.૩૦ બપોરે સાંજે ૩.૩૦ થી ૬.૩૦ અને દરરોજ રાત્રીના વ્યાખ્યાન માળા રાત્રીના ૯.૦૦ થી ૧૧.૦૦ કલાકે થશે.

(1:03 pm IST)
  • મહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા :ભાજપ મોટાપાયે પુન :રચના કરવા જઈ રહયું છે :ભાજપે કહ્યું કે સરકાર ઉપર કોઈ ખતરો નથી :કેબિનેટમાં ફેરફાર થઇ રહ્યાં છે access_time 10:53 pm IST

  • પ્રમોશન -બઢતીમાં દલિત/એસટી ક્વોટમાં માટે સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે તેમ એક કેન્દ્રીય પ્રધાને કહ્યું છે access_time 10:50 pm IST

  • કાશ્મીરમાં શંકરાચાર્યજીના સ્થાનક શારદા પીઠની અવદશા : પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરમાં આવેલ નીલમ વેલીમાં શંકરાચાર્યજીની મૂળ પીઠ મનાતી શારદા પીઠના અવશેષોની હાલત જોઈ કોઈપણ હિન્દુનો જીવ ઉકળી ઉઠે છે, ચીનના બૌદ્ધ સાધુ શીયાન ઝેંગે ૭મી સદીમાં આ ભવ્ય સ્થળની મુલાકાત લઈ નોંધ લખી છે, ઈન્ડીયાહીસ્ટ્રીપીકના ટ્વીટર હેન્ડલ ઉપર આ વિગતો મુકાયેલ છે access_time 12:50 pm IST