Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

પડધરીના હડમતીયામાં અઢાર વર્ષની ભુરીનો ઝેર પી આપઘાત

રાજકોટ તા.૧૭: પડધરીના હડમતીયા ગામે સાવજુભાની વાડીમાં રહેતી ભુરી માંગુભાઇ મેડા (ઉ.૧૮) નામની યુવતિએ ગઇકાલે સવારે દસેક વાગ્યે ઝેરી દવા પી લેતાં પડધરી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોડી રાત્રે મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ કાગળો કરી પડધરી પોલીસને જાણ કરી હતી. મૃતક પરિવારજનો સાથે રહી ખેત મજૂરી કરતી હતી. તેણે દવા શા માટે પીધી? તે અંગે પરિવારજનોએ પોતે અજાણ હોવાનું કહ્યું હતું. પડધરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:43 am IST)