Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

મોરબીમાં ૧૦૮ કુંડી રૂદ્ર મહાયજ્ઞ...એક કરોડ મહામૃત્યુંજય જાપનો ભાવિકોએ લીધો લ્હાવો

લોક કલ્યાણાર્થે પર્યાવરણના શુધ્ધિકરણ માટે સૌ પ્રથમ વાર ધર્મોત્સવ : સતત ૨૦ દિ' સુધી વિદ્વાન પંડિતો દ્વારા દરરોજ પ લાખ મંત્રોચ્ચાર થયા'તા

મહાયજ્ઞમાં સાતક બેસી ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે હવનકુંડમાં આહુતિઓ હોમતા યજમાન દંપતિઓ તસ્વીરમાં દર્શાય છે.

મોરબી તા. ૧૭ : અહિયા રવાપર રોડ ઉપર રામોજી ફાર્મ ખાતે હરિદ્વારની શ્રી કૃષ્ણાયન દેશી ગૌરક્ષા શાળા દ્વારા સ્વામી અમૃતાનંદજી, સ્વામી સત્યાનંદજી, સ્વામી અશોકાનંદજીની નિશ્રામાં ૨૦ દિવસ સુધી ૧૦૮ કુંડી રૂદ્ર મહાયજ્ઞ યોજાયો હતો.

જેમાં શિવકથા, હનુમંતકથાના મહિમા સાથસ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા છે. યજ્ઞ દરમિયાન દરરોજ પ લાખ મંત્ર જામનગરના આચાર્ય દિપકભાઇ સહિત હરિદ્વાર અને રાજયના વિવિધ શહેરના વિદ્વાન પંડિતો દ્વારા થયા ત્યારે ૨૦ દિવસમાં ૧ કરોડ મહામૃત્યુંજય જાપનો લાખો ભાવિકોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

મોરબીમાં સૌપ્રથમ વખત લોકકલ્યાણાર્થે પર્યાવરણના શુધ્ધિકરણ માટે યોજાયેલ યજ્ઞમાં લાખો ભકતો એ દર્શનનો પણ લ્હાવો લીધો હતો.

(11:37 am IST)