Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

બિસ્કીટ કાકા ૬૦ દીકરીઓના માવતર બની સાસરે મોકલશેઃ ૧૯મીએ મુંબઇમાં સમુહલગ્ન

દીતલાના ૮પ વર્ષના સેવાર્થી દશા સોરઠીયા વણીક

ભાવનગર તા.૧૭: દીતલા (અમરેલી)ના વતની અને હાલ મુંબઇ (બોરીવલી) સ્થિત સેવા ભેખધારી દશા સોરઠીયા વણીક મનસુખદાદા ગગલાણીના પ્રમુખસ્થાને પ્રતિ વર્ષની માફક તા.૧૯ ગુરૂવારે મહારાષ્ટ્રના જુ ચંદ્ર ખાતે સમુહ લગ્ન રાખવામાં આવેલ છે.

માનવ માત્રની અડગ સેવા કરવાની પ્રતિજ્ઞા લીધેલ મનસુખદાદા ગગલાણી (મો. ૯૭૬૯૬ ૦૧૬૪૦) નોખી ભાતના છે. તેમણે જણાવ્યું કે સમુહલગ્નમાં ૬૦ યુગલો પ્રભુતામાં પગલા પાડશે. દિકરીઓને એ ટુ ઝેડ ગૃહપયોગી કરીયાવર અર્પણ કરવાનો સંકલ્પ છે.

દિલેર દાતાઓને અવિરત દાન વહેવડાવવા અપીલને દેશ-વિદેશથી જબ્બર પ્રતિસાદ સાંપડયો છે. પાંચ દાયકાથી વિવિધ સેવાયજ્ઞો પૈકી મકરસંક્રાન્ત, જૂન માસમાં નોટબુક પુસ્તક જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણીક ફી માત્ર નિમિત બનીને અપાય છે. આ સેવાનો વધુને વધુ જરૂરીયાત વિદ્યાર્થી વીના સંકોચે લાભ લેવા અનુરોધ થયો છે.

બિસ્કીટ કાકા તરીકે ઓળખાતા મનસુખદાદા ગગલાણીએ અંતમાં જણાવ્યું કે આજ સુધી ૯૦૦થી વધુ સમુહલગ્ન યોજાયા છે. સમુહલગ્નમાં લંડન, અમેરીકા તેમજ ટોચના ઉદ્યોગપતીઓ હાજર રહેવાના હોય જેથી સેવાર્થી મનોહર પાટીલ સહીતના સ્વયંસેવકોનો ઉત્સાહ બેવડાયો છે.

સમુહલગ્નમાં દાતાઓ, વિદ્યાર્થી ભાઇ-બહેનોને દત્તક લેવાનો ઉપક્રમ પણ રખાયેલ છે. આ પ્રસંગે ભોજનના દાતા મુંબઇ (બોરીવલી) અંબાજી આશ્રમના મહંત બાબુજી મહારાજનું બહુમાન થશે.

(11:36 am IST)
  • સલમાનની અરજી જોધપુરની સેશન્સ કોર્ટે કરી મંજૂર : 17 દિવસ માટે જઇ શકશે વિદેશ access_time 4:18 pm IST

  • મોર્ગન સ્ટેનલીની આગાહી :2019માં મોદીનો ભવ્ય વિજય થશે અથવા કોંગ્રેસ બાજી મારશે જે પણ પરિણામ આવે શેરબજાર ઝળહળતું રહેશે :સેન્સેક્સ 41500ને સ્પર્શશે access_time 10:50 pm IST

  • મહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા :ભાજપ મોટાપાયે પુન :રચના કરવા જઈ રહયું છે :ભાજપે કહ્યું કે સરકાર ઉપર કોઈ ખતરો નથી :કેબિનેટમાં ફેરફાર થઇ રહ્યાં છે access_time 10:53 pm IST