Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

કાલાવડની પ્રજાનું આરોગ્ય જળવાય રહે તે માટે શુદ્ધ પાણી આપવા સત્તાધીશો સમક્ષ કરાયેલ રજૂઆત

કાલાવડ, તા. ૧૭ :. કાલાવડ નગરપાલિકા દ્વારા કાલાવડના શહેરીજનો જે શુદ્ધ પાણી પુરૂ પાડવાની જવાબદારી નગરપાલિકાની છે. કાલાવડના ચૂંટાયેલા સભ્ય મહમદ હુસેન સમા, જીતેશભાઈ માટીયા, મહેશભાઈ વાદી, મેહુલ સોજીત્રા, ઈમરાન સમા સ્થળની રૂબરૂ મુલાકાત લેતા જણાવેલ છે, પરંતુ કાલાવડ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પ્રજા નગરજનો સાથે પાણી પ્રત્યે ઉદાસીનતા પ્રવર્તે છે તેમજ આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી ફિલ્ટર પ્લાન્ટ બંધ છે અને તે ડેમ સાઈડથી બોટ દ્વારા તેમજ કૂવાનું ચોખ્ખુ પાણી પણ બંધ ફિલ્ટરમાં જેમા સેવાળ અને પાણી ઉપર કચરો ઘણા સમય થયા સફાઈ થયેલ નથી તેમા પાણી ઠાલવવામાં આવે છે તે અત્યંત દુર્ગંધ મારતુ અને પાણી જીવાતવાળુ હોય તેમ એક દિવસ વાસણમાં રાખવામાં આવે તો વાસણમાં પણ સેવાળ જેવા ચીકણા થઈ જાય છે. ફિલ્ટર પ્લાન્ટ ઉપર સ્લેબ પણ ઉઘાડો છે, તેમજ સ્લેબ ઉપર પણ પાણીનો સેવાળ જામી ગયો છે. તેમ ફિલ્ટર પ્લાન્ટમાં ગેસના બાટલા પણ નથી. તેમજ બારી દરવાજા પણ ટુટેલ-ફુટેલ છે. પાણીની મોટર પણ બંધ હાલતમાં છે. તેમજ આ જ દિવસ સુધી કાલાવડની પ્રજાને અંધારામાં રાખવામાં આવેલ છે કે આપણે ફિલ્ટર કરેલ પાણી પીએ છીએ, પરંતુ કાલાવડની પ્રજાને ખરેખર ફિલ્ટર કરેલ પાણી નહીં પણ ફિલ્ટરમાંથી આવેલ જ પાણી પીવે છે.

નિયમ મુજબના સમયે એ ડેમ સાઈટમાં રૂબરૂ મુલાકાત લઈને જાત માહિતી મેળવીને પ્રજા સમક્ષ વિડીયો શૂટીંગ દ્વારા તેમ પ્રેસ આઉટ દ્વારા પ્રજાને જાણ કરેલ છે. તેમજ કાલાવડ નગરપાલિકાના સત્તાધિશોએ પ્રજાના પૈસા ૫૮ લાખ ૬૦ હજાર રૂપિયા પાણીમાં નાખી દીધા છે. તેવી ઉચ્ચકક્ષા કલેકટર શ્રી તથા મુખ્યમંત્રીશ્રી સુધી રજૂઆત કરવામાં આવી છે.

(11:35 am IST)