Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

અડધો ઐપ્રિલ પુરો થવા છતા ગોંડલ તાલુકાના પ્રાથમિક શિક્ષકોને માર્ચ મહિનાનો પગાર નથી થયો

ગોંડલ તા. ૧૭:  એપ્રિલ અડધો પસાર થઇ ગયો હોવા છતાય ગોંડલ તાલુકાના પ્રાથમિક શિક્ષકોનો માર્ચ મહિનાનો પગાર ચુકવવામાં આવ્યો ન હોવાથી ઘેરા રોષ સાથે અસંતોષની લાગણી ફેલાઇ છે.

ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિની જાહેર રજામાં પણ શાળાઓ ચાલુ રખાવી પ્રાથમિક શિક્ષકોના ખભે બંદુક રાખી સરકાર દ્વારા સામાજીક ન્યાય દિવસની ઉજવણી કરવાનો તાયફો યોજાયો હતો. પરંતુ પ્રાથમિક શિક્ષકોનો પગાર નિયમિત-સમયસર ચુકવવાનો સામાજીક ન્યાય કરવાનું સરકારને કેમ સુઝતું નથી? તેવો વેધક પ્રશ્ન પુંછાઇ રહ્યો છે.

ગત વર્ષ એપ્રિલ-૧૭ના પ્રારંભે પણ માર્ચ -૧૬નો પગાર છેક એપ્રિલના છેલ્લા અઠવાડીયામા ચુકવાવમાં આવ્યો હતો ! આ સિવાય ઘણી વાર પ્રાથમિક શિક્ષકોના પગાર ચુકવવામાં વિલંબ થતો રહ્યો છે, ત્યારે જીલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના શિક્ષકો સંગઠનના જવાબદાર સુત્રધારો કેમ ''મોનવ્રત'' પાળે છે?! તેવો ગણગણાટ પ્રાથમિક શિક્ષક સમાજમાં સાંભળવા મળી રહ્યો છે.

(11:35 am IST)