News of Tuesday, 17th April 2018

કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં પરશુરામ ભગવાનની જન્મ જયંતીની ઉજવણી

બ્રહ્મસમાજ દ્રારા શોભાયાત્રા, પૂજન, અર્ચન, મહાપ્રસાદ, ધુન, ભજન, મહાપ્રસાદ, સહિતના કાર્યક્રમો

રાજકોટ તા. ૧૭ :.. કાલે તા. ૧૮ ને બુધવારે પરશુરામ ભગવાનની જન્મ જયંતી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધામધુમથી ઉજવવામાં આવશે.

બ્રહ્મસમાજ દ્વારા શોભાયાત્રા, પૂજન, અર્ચન, ધુન, ભજન, કિર્તન સહિતના કાર્યક્રમો યોજાશે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે.

બાબરા

બાબરા : શહેર અને તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કાલે સમસ્ત બ્રહ્મસાજના ઇષ્ટદેવ ગણાતા ભગવાન પરશુરામની જન્મ જયંતીની બાબરા ગાયત્રી મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે સમસ્ત બ્રહ્મસમાજ ના વડીલોના માર્ગદર્શન સાથે બ્રહ્મ સમાજના યુવાનો દ્વારા પરશુરામ જયંતિની ભવ્ય શોભાની તડામાર તૈયારીઓ ચાલુ છે તા. ૧૮ ના રોજ સવારે આઠ વાગે ગાયત્રી મંદિર ખાતે ભગવાન પરશુરામની પૂજા અર્ચના કરવામાં આવે છે ભુદેવો દ્વારા ત્યારબાદ ભગવાન પરશુરામની ભવ્ય શોભા યાત્રા બાબરા શહેરના રાજમાર્ગ ફરશે તમામ ભુદેવો પોતાના આગવી અંદાજમાં શોભાયાત્રામાં જોડાશે. શોભાયાત્રાના રૂટ પર પરશુરામ ભગવાનના હોડીગો મારવામાં આવ્યા છે. ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવે છે. શોભાયત્રાને લઇ યુવાનો માં થનગનાટ જોવા મળે છે યાત્રાનું પ્રસ્થાન ગાયત્રી મંદિર ખાતેથી થશે અને પુર્ણાવતી રાજગોર સમાજની વાડી ખાતે થશે અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

જુનાગઢ

જુનાગઢ : શહેર ભાજપ મહામંત્રી, મહનગર પાલિકા શાસકપક્ષના નેતા અને પરશુરામદાદા જયંતિ ઉજવણી સમિતિના કન્વીનર પુનિતભાઇ શર્માની યાદીમાં જણાવ્યું છે કે, તા. ૧૮ ને બુધવારે શ્રી પરશુરામદાદાની જયંતિ આ જન્મ જયંતિની ઉજવણી સમસ્ત બ્રહ્મસમાજ અન શ્રી બ્રહ્મ યુવા સંગઠનના સંયુકત ઉપક્રમે થવા જઇ રહેલ છે.

ત્યારે ભગવાન વિષ્ણુના ૬ઠ્ઠા અવતાર, ભૂદેવોના ઇષ્ટદેવ અને બ્રાહ્મણોના અનંત આરાધ્ય એવા પરશુરામદાદાની જન્મ જયંતિની ઉજવણીની જૂનાગઢ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે અને સમગ્ર આયોજનને કન્વીનરશ્રી પુનિતભાઇ શર્માની આગેવાની હેઠળ આખરી ઓપ અપાઇ રહેલ છે. જેના ભાગરૂપે હાલ જૂનાગઢમાં સૌપ્રથમવાર મહિલાઓ દ્વારા તલવારબાજી અને લાઠીદાવ પણ આ શોભાયાત્રામાં જોવા મળશે તો તેના એડવાન્સ કલાસ હાલ બ્રહ્મસમાજના મહિલા વિભાગ દ્વારા થઇ રહેલ છે અને મહિલાઓને પ્રશિક્ષિત કરવામાં આવી રહેલ છે.

જયારે બીજી તરફ શ્રી સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના નેજા હેઠળ તા. ૧૭ના રોજ યુવાનો દ્વારા સમગ્ર શહેરમાં બાઇક રેલી પણ યોજવામાં આવનાર છે.

તા. ૧૮ના યોજાનાર શ્રી પરશુરામ જયંતિ નિમિતે જલારામ સોસાયટી વિસ્તારમાં આવેલ જાગનાથ મંદિર ખાતેથી બપોરે ૪:૦૦ કલાકે પ્રસ્થાન થશે. જેમાં અવનવા ફલોટસ, પરશુરામ દાદાના વીર કાર્યોની ગાથા વર્ણવતા ફલોટ સાથે આ શોભાયાત્રાની શરૂઆત થશે જે શોભાયાત્રા આઝાદ ચોક, એમજી રોડ, કાળવા ચોક, ભુતનાથ રોડ થઇ ભુતનાથ મંદિર ખાતે સંપન્ન થશે. આ સમગ્ર કાર્યક્રમમાં જુનાગઢ શહેરના સમગ્ર ભૂદેવ પરિવારોના પુરૂષો, મહિલાઓ અને બાળકો તથા યુવાનો એકસાથે જોડાઇને આ જન્મોત્સવ ઉજવશે અને ખાસ કરીને પરશુરામ જયંતિ નિમિતે શોભાયાત્રા સંપન્ન થયા બાદ ઉપસ્થિત સર્વે ભૂદેવોને બ્રહ્મભોજન પણ કરાવવામાં આવશે. આમ સમગ્ર આયોજનને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મ સમાજ, શ્રી બ્રહ્મ યુવા સંગઠન કન્વીનરશ્રી પુનિતભાઇ શર્માની આગેવાની હેઠળ તૈયારીઓ કરી રહેલ છે.

ઉના

ઉના : શહેરમં સમસ્ત બ્રહ્મસમાજ, બ્રહ્મ કર્મચારી મંડળ અને શ્રી પરશુરામ યુવા સંસ્થાન ઉના દ્વારા અજરા અમર એવા બ્રાહ્મણોનાં આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામનો પ્રાગટય પર્વ તા. ૧૮-૪-૧૮ ને બુધવારે ભવ્ય રીતે ઉજવવામાં આવશે સવારે ૯ કલાકે બ્રહ્મસમાજની વાડીએથી યુવાનોની બાઇક રેલી શહેર સોસાયટીમાં ફરશે. બપોરે ૩.૩૦ કલાકે ટાવર ચોક પાસે આવેલ સમસ્ત બ્રહ્મસમાજની વાડીમાં પરશુરામ ભગવાનની વિધિપૂર્વક પુજન ત્થા ૪ કલાકે તમામ બ્રાહ્મણો પોતાના કામ ધંધા બંધ રાખી ભવ્ય-વિશાળ શોભાયાત્રામાં જોડાઇ શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી સાંજે કન્યા વિદ્યાલયના મેદાને પુર્ણ કરશે જયાં મહાઆરતી, સંગીત સંધ્યા, તથા મહાપ્રસાદ યોજાશે. જેમાં ઉના શહેર ત્થા તાલુકાભરમાંથી હજારોની સંખ્યામાં ભાઇઓ - બહેનો લાભ લેશે તમામ ભુદેવોને પધારવા નિમંત્રણ પાઠવાયું છે.

(11:34 am IST)
  • મહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા :ભાજપ મોટાપાયે પુન :રચના કરવા જઈ રહયું છે :ભાજપે કહ્યું કે સરકાર ઉપર કોઈ ખતરો નથી :કેબિનેટમાં ફેરફાર થઇ રહ્યાં છે access_time 10:53 pm IST

  • ''રૃકાવટકે લિયે ખેદ'': માઇક્રો બ્લોગીંગ સાઇટ ''ટિવટર'' દુનિયાભરમાં ઠબ્બઃ ટેકનીકલ ખામીને કારણે સાંજે ૭ વાગ્યે ઠબ્બ થઇ ગયેલુ ટિવટર એક કલાક પછી ફરી ચાલુ access_time 8:56 pm IST

  • મધ્યપ્રદેશમાં જાનૈયાને લઇ જતો મીની ટ્રક સોનનદીમાં 100 ફૂટ ઊંડે ખાબકતા 20ના મોત ;30 ઘાયલ :સીધી જિલ્લામાં દુર્ઘટના:સોનનદીના પુલનું ડિવાઈડર તોડીને ટ્રક ખાબક્યો :જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા :રાહત-બચાવકાર્ય શરૂ :મીની ટ્રક જિલ્લાના બાહરી થાણા ક્ષેત્ર અમેલિયા નજીક પુલ પરથી 100 ફૂટ ઊંડે પડ્યો :ગેસ કટરથી કાપીને ફસાયેલ લોકોને બહાર કાઢયા access_time 1:42 am IST