Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

પાણીને ફિલ્ટર કે ગાળીનેનથી પીતા છતા ગામમાં કદી પાણીજન્ય રોગચાળો ફેલાયો નથી ?!

જસદણના બાખલવાડ ગામના લોકો

જસદણ તા.૧૭: જસદણના બાખલવડ ગામનાં લોકો પાણીને ફીલ્ટર તો ઠીક પણ ગાળીને પણ પીતા નથી ! આમ છતાંય ગામમાં એક પણ જાતનો પાણીજન્ય રોગચાળો ફેલાયો નથી.

જસદણથી પાંચ કિલોમીટર દુર આવેલ બાખલવડ ગામ આવેલું છે. ચાર હજારની વસ્તી ધરાવતા આ ગામમાં મુખ્યત્વે લોકો ખેતીકામ મજુરી અને પશુપાલનના ધંધા સાથે સંકળાયેલા  છે. જસદણના પંથકને પીવા અને ખેતી માટે પાણી મળી રહે તે સંદર્ભે  ઇસ્વીસન ૧૯૦૦ની સાલમાં પ્રજાવત્સલ રાજવી આલાખાચરબાપુંએ બાખલવડ ગામે એક વિશાળ તળાવ બંધાવેલું હતું.

આ તળાવના પાણીથી રવીપાકમાં મોલ મ્હોરી ઉઠે છે અને જસદણ શહેરની તરસ હાલ છીપાઇરહી છે. પણ તળાવ બાંધવાને ૧૧૮મું વર્ષ ચાલીરહ્યું છે, અનેતળાવનું પાણી બાખલવડની ગ્રામ્યજનોતળાવ બન્યું ત્યારથી ફીલ્ટર કે ગાળયા વગર પી રહ્યા છે, પરંતુ આ ગામમાં કોઇ દિવસ પાણીજન્ય રોગચાળાને કારણે માંદગીમાં સપડાયું નથી એમ ગ્રામ્યજનો જણાવી રહ્યા છે. તેમણે એમ પણ જણાવ્યુંકે આવળ માતાજીને કારણે આ ગામમાં તળાવનું પાણી ગાળી કે ફીલ્ટર કરી શકતા નથી.

(11:28 am IST)