Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

ભૂકંપમાં મકાનનું ખોટુ સર્ટી. આપવા અંગે ધ્રાંગધ્રાની કોર્ટ દ્વારા ઇજનેરને ૪ વર્ષની સજા

વઢવાણ, તા. ૧૭ : ધ્રાંગધ્રાના સરવાળ ગામે રહેતા રણમશખ્સનુ મકાન નહીં બનાવેલ હોય તો પણ સરકારી ઇજનેર ચુનીલાલ દ્વારા મકાનનું ખોટુ સર્ટી. આપી સરકારી નાણાનું આર્થિક નુકસાન કયાના અંગેનો કેસ ધ્રાંગધ્રા એડીશનલ ચીફ કોર્ટમાં ચાલી ગયો હતો જેના દસ્તાવેજી પુરાવા અને સરકારી વકીલની દલીલને ધ્યાને લઇ જનેરને ચાર વર્ષની સજા અને રૂ. ૭ હજારનો દંડ ફટકારાયો હતો.

ધ્રાંગધ્રાના સરવાળ ગામે રહેતા ચતુરભાઇ નાનજીભાઇએ ભૂકંપમાં મકાન બનાવવાની અરજી કરી હતી. તેમાં સહાય માટે તાલુકા પંચાયતમાં ઇજનેર તરીકે ફરજ બજાવતા બારૈયા સુનિલાલ ભાવજીભાઇ મકાનનું કામકાજ નહીં થયું હોવા છતાં મકાન બન્યાનું સર્ટી. આપ્યું હતું. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા વિકાસ અધિકારી એમ.એમ. ચુડાસમા દ્વારા તા. ર૬ માર્ચ ર૦૦૩ના રોજ ઇજનેર સામે ખોટી સર્ટી. આપી સરકારને આર્થિક નુકશાન પહોંચાડયાની ફરીયાદ નોંધાવી હતી.

આ અંગેનો કેસ ધ્રાંગધ્રા એડીશનલ ચીફ કોર્ટમાં ચાલી જતા દસ્તાવેજી પુરાવા તપાસ અધિકારીની જુબાની સરકારી વકીલ સી.એમ. પલાસની દલીલોને ધ્યાનમાં લઇને ન્યાયાધીશ ડી.એસ. ઠાકરે ઇજનેર બારૈયા ચુનીલાલ ભાવજીભાઇને કસુરવાન ઠેરવી ચાર વર્ષની સજા અને રૂ. ૭ હજારનો દંડ ફટકાર્યો છે.

(11:27 am IST)