Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

કોટડાસાંગાણીમાં દિપડા ને પુરવા પાંજરુ મુકયુ

કોટડાસાંગાણી, તા.૧૭: કોટડાસાંગાણી આસપાસ પાંચ દિવસ થી દિપડા ના આંટાફેરા થઈ રહ્યા છે જેની જાણ સ્થાનિક લોકો એ મામલતદાર ને જાણ કરાતા ખુદ મામલતદારે વન વિભાગ ને જાણ કરી હતી પરંતુ કોઈ દરકાર ન લીધી હતી જેના કારણે અરડોઈ રોડ પર આવેલી ઠાકોર મુળવાજી કોલેજ ના પાછળના ભાગે આવેલી વાડી મા એક શ્રમીક ના પાંચ વરસ ના બાળક પર દિપડાએ જીવલેણ હુમલો કર્યો હતો ત્યારબાદ પાંજરુ મુકવામા આવ્યુ છે.

કોટડાસાંગાણી મા દિપડા ના બાળક પર જીવલેણ હુમલા બાદ અહીયા અફવા બજાર પણ ગરમ થઈ છે જેના મેસેજ સોશિયલ મીડિયા મા વહેતા થયા છે જેમા ગોંડલ રોડ પર ના પુલ નીચે દિપડો છુપાયો છે તેથી ત્યા કોઈએ જવુ નહી તેમજ કોટડાસાંગાણી મા આવેલ એક મસ્જિદ ની દિવાલ પર પણ દિપડો બેઠો હતો તેવા ખોટા મેસેજો વાયરલ થતા દિપડા ને લઈને કોટડાસાંગાણી મા અફવા બજાર પણ ગરમ જોવા મળી છે

 ખોટી અફવાઓ ને લઈને વન વિભાગ ના અધિકારીઓ દોડતા થયા છે ગોંડલ રોડ પર પુલ નીચે દિપડો છુપાયો હોવાની વાત મળતા તાબડતોડ વનવિભાગ કર્મચારીઓ ત્યા દોડી ગયા હતા તેમજ કોટડાસાંગાણી ના સોળીયા ગામે પણ દિપડો દેખાયો હોવાનો નનામો ફોનકોલ આવતા ત્યા પણ અધિકારીઓ દોડી ગયા હતા જયા ગામના આગેવાનો સાથે ચર્ચા કરતા દિપડો નહી દેખાયો હોવાનુ સામે આવ્યુ હતું.

તે બાબતે આર એફ ઓ રમણીકભાઈ જેઠવા નો ટેલીફોનીક સંપર્ક કરતા જણાવેલ કે હરેશભાઈ ધીરુભાઈ ભુત ની વાડી એ શ્રમીક ના બાળક પર હુમલો કર્યા બાદ કયાય પણ આ દિપડો જોવા મળ્યો નથી સોશિયલ મીડિયા મા વાયરલ થયેલા મેસેજ ની જગ્યાએ દિપડો ખરેખર દેખાયો છે તેવી તપાસ કરતા પુષ્ઠી થયેલ નથી જેથી આ મેસેજ ખોટા પડ્યા છે તેથી ખોટી અફવાઓ થી લોકોને દુર રહેવા અપીલ પહ કરી હતી. (તસવીર કલ્પેશ જાદવ)

(11:25 am IST)
  • મહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા :ભાજપ મોટાપાયે પુન :રચના કરવા જઈ રહયું છે :ભાજપે કહ્યું કે સરકાર ઉપર કોઈ ખતરો નથી :કેબિનેટમાં ફેરફાર થઇ રહ્યાં છે access_time 10:53 pm IST

  • મધ્યપ્રદેશમાં જાનૈયાને લઇ જતો મીની ટ્રક સોનનદીમાં 100 ફૂટ ઊંડે ખાબકતા 20ના મોત ;30 ઘાયલ :સીધી જિલ્લામાં દુર્ઘટના:સોનનદીના પુલનું ડિવાઈડર તોડીને ટ્રક ખાબક્યો :જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા :રાહત-બચાવકાર્ય શરૂ :મીની ટ્રક જિલ્લાના બાહરી થાણા ક્ષેત્ર અમેલિયા નજીક પુલ પરથી 100 ફૂટ ઊંડે પડ્યો :ગેસ કટરથી કાપીને ફસાયેલ લોકોને બહાર કાઢયા access_time 1:42 am IST

  • કાશ્મીરમાં શંકરાચાર્યજીના સ્થાનક શારદા પીઠની અવદશા : પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરમાં આવેલ નીલમ વેલીમાં શંકરાચાર્યજીની મૂળ પીઠ મનાતી શારદા પીઠના અવશેષોની હાલત જોઈ કોઈપણ હિન્દુનો જીવ ઉકળી ઉઠે છે, ચીનના બૌદ્ધ સાધુ શીયાન ઝેંગે ૭મી સદીમાં આ ભવ્ય સ્થળની મુલાકાત લઈ નોંધ લખી છે, ઈન્ડીયાહીસ્ટ્રીપીકના ટ્વીટર હેન્ડલ ઉપર આ વિગતો મુકાયેલ છે access_time 12:50 pm IST