Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

સુરેન્દ્રનગરના કરનગઢ પાસે અકસ્માતમા એકનુ મોત

વઢવાણ તા.૧૭: સુરેન્દ્રનગરના કરનગઢ અને અનિદરા ગામ વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યકિતનું મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મોડી રાત્રીના તાંબા-પિતળના બેડા ભરીને આવી રહેલ યુટીલીટી અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

જેમાં એક વ્યકિતનુ મોત નીપજતા અરેરાટી વ્યાપી છે.

રાત્રીના ઘટના સ્થળે થોડી વાર માટે ટ્રાફીક જામ થઇ ગયો હતો.

(11:23 am IST)
  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST

  • મોર્ગન સ્ટેનલીની આગાહી :2019માં મોદીનો ભવ્ય વિજય થશે અથવા કોંગ્રેસ બાજી મારશે જે પણ પરિણામ આવે શેરબજાર ઝળહળતું રહેશે :સેન્સેક્સ 41500ને સ્પર્શશે access_time 10:50 pm IST

  • અમદાવાદ:રાજ્યના પુર્વ ઇન્ચાર્જ DGP પી.પી.પાન્ડેની પાસપોર્ટ પરત આપવાની અરજી CBI કોર્ટે માન્ય રાખી: CBI કોર્ટે 2 મહિના માટે પાન્ડેને પાસપોર્ટ પરત કરવા કર્યો આદેશ: પી.પી.પાન્ડેએ USA જવા માટે પરત માગ્યો હતો પાસપોર્ટ access_time 1:28 am IST