Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

સુરેન્દ્રનગરમાં પાણી માટે પશુના વલખા ટપકતા પાણીના બુંદ બુંદ મેળવતી બકરી

સુરેન્દ્રનગરમાં એક બાથરૂમના પાઇપમાંથી ટપકતા એક એક બુંદ ને મોમાં લઇ પોતાની તરસ છીપાવવા પ્રયત્ન કરતી બકરીની દયાજનક તસ્વીર(તસ્વીર ફારૂક ચોૈહાણ)

વઢવાણ તા ૧૭ : સુરેન્દ્રનગર શહેરમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રી પાર થઇ જાય છે ત્યારે છાયડો પાણી પણ શોધવા  પડે મનુષ્ય પણ પાણી માટે વલખા મારતા હોય ત્યારે પાણી આવવાના પણ સુરેન્દ્રનગરમાં ઠર ઠેકાણા ન હોય ત્યારે તાપમાન વચ્ચે જન જીવન પણ ખોરવાયેલુ બપોર થતાની સાથેજ જોવા મળતુ હોય ત્યારે માનવી આવા તાપમાનમાં બચવા માટે પોતાના ઘરોમાં ઠંડક શોધતા હોય  છેે અને ગરમીથી રાહત મેળવવા માટે પ્રયાસ કરતા હોય છેે ત્યારે પશુઓની સ્થિતી પરિસ્થિતી તો આ આગ ઓકતી અગન ગોળા સમાન આકાશમાં પશુ પંખીઓને છાયડો તો શોધવો પડે પરંતુ પાણી પણ શોધવુ પડે ત્યારેેગરમીમાં અકળાયેલ બકરી આ તાપમાનમાં છાયડો શોધે છે? તેને જડતો નથી પરંતુ તેની સાથો સાથ આ બકરીને પાણીની પણ તલાસ છે ? અને જોગ સંજોગ એક મકાનના બાથરૂમમાંથી પાઇપ વાટે આવતા આ પાણીના બુંદને જીલી પોતાના પેટમાં લાગેલ પાણીની આગ ઠારી રહી છે.(તસ્વીર અહેવાલ ફારૂક ચોૈહાણ,વઢવાણ)

(11:22 am IST)