Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

દેશના સુપ્રસિધ્ધ એસ્ટ્રોલોજર બાબુભાઇ ઠકકર (મોરબી)ના ધર્મપત્નિનું દુઃખદ અવસાન

દેશના ટોચના એસ્ટ્રોલોજરમાં મોખરાનું સ્થાન ધરાવનાર અને બોલીવુડમાં જેમની અપાર ચાહના હતી તેવા બાબુભાઇ ઠકકર (સુખલાલભાઇ)ના ધર્મપત્નિ અને મુકેશભાઇ   (મુનાભાઇ), સુરેશભાઇના માતુશ્રી દમયંતિબેન સુખલાલભાઇ બુધ્ધદેવનું અવસાન ગઇકાલે તા.૧૭ માર્ચને મંગળવારના રોજ થયેલ છે. તેમની સ્મશાન યાત્રા આજે સવારે ૮:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાને ગંગોત્રી પાન, મોરબીથી કાઢવામાં આવી હતી. અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રા, અજીતભાઇ ગણાત્રા, રાજેશભાઇ ગણાત્રા, નિમીષભાઇ ગણાત્રા, જામનગરના અકિલાના બ્યુરો ચીફ મુંકુદભાઇ બદીયાણી સહિત અકિલા પરીવારે ૨ મીનીટ મૌન પાડી આ પરિવારજન સમા સદ્ગતને શ્રધ્ધાંજલી અર્પી હતી. (મુકેશભાઇ બાબુભાઇ ઠકકર, મોરબી મો.૯૯૦૪૦૨૯૬૭૮)

(4:38 pm IST)