Gujarati News

Gujarati News

News of Sunday, 17th March 2019

જયંતિ ભાનુશાળીની હત્યામાં નવો ખુલાસો :શુટરોને બાઇકને વ્યવસ્થા કોન્સ્ટેબલે કરી આપ્યાનો ઘટસ્ફોટ

ભુજના ભાજપના ટોચના નેતા જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની ધરપકડ કર્યા પછી હાલ તે દિવસના રિમાન્ડ પર છે. સીટની તપાસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. ભાનુશાળીની હત્યા કરનાર શૂટરોને સિધ્ધાર્થ પટેલે બાઈક પુરુ પાડયું હતું. આ બાઈકની વ્યવસ્થા પોલીસ કોન્સ્ટેબલે કરી આપ્યાની વિગતો બહાર આવી છે. ત્યારે સીટની તપાસમાં આ કોન્સ્ટેબલનું નામ બહાર આવતાં તેની ધરપકડ કરવાની તજવીજ પણ ચાલુ થઇરહી છે.

સિધ્ધાર્થ પટેલ એસઆઈટી સમક્ષ હાજર થયા બાદ તેણે બે વાર રિમાન્ડ પર સોંપવાનો કોર્ટે હુકમ કર્યો હતો. પાંચ દિવસના રિમાન્ડ પુરા થયા બાદ કોર્ટે આરોપી સિધ્ધાર્થને જેલ હવાલે કર્યો હતો. સિધ્ધાર્થ પટેલની ધરપકડ બાદ જ પોલીસ કોન્સ્ટેબલની ભૂમિકા ખુલી પરંતુ સીટે આ મામલે હજી કોઇ વાત કરી નથી

(8:06 pm IST)