Gujarati News

Gujarati News

News of Sunday, 17th March 2019

જામનગરના દડિયામાં બાઇક આડે ખુંટિયો ઉતરતા યુવાનનું મોત

જામનગરઃ  જામનગર નજીક દડિયા ગામ પાસે એક મોટર સાઇકલની આડે એક ખુંટિયો આવી જતા અકસ્માતમાં મોટર સાઇકલ ચાલક યુવાનનુ ગંભીર ઇજાના કારણે મૃત્યુ થયુ હતુ. જયારે તેની પાછળ બેઠેલા અન્ય બે યુવાનોને પણ ઇજાઓ થઇ હતી.

દડિયા ગામે રહેતો મહેશ વસ્તાભાઇ બાંભવા નામનો ર૦ વર્ષનો ભરવાડ યુવાન પોતાના મોટર સાઇકલ પર તેના બે મિત્રોને સાથે બેસાડી દડિયા ગામના પાટીયા પાસે મામા સાહેબના મંદિર પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ખુંટિયો આડે ઉતરતા મહેશને ગંભીર ઇજા પહોંચી હતી. તેના બંને મિત્રોને સામાન્ય ઇજા થઇ હતી.  મહેશ બાંભવાને ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરવામા આવ્યો હતો જયાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજયુ હતુ. પોલીસે અકસ્માતના આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(11:55 am IST)