Gujarati News

Gujarati News

News of Sunday, 17th March 2019

જગપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં ફૂલડોલ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાશેઃ લાખો ભાવિકો આ મહોત્સવમાં સામેલ થશે

દ્વારકા: આગામી ફૂલ ડોલ ઉત્સવની ઉજવણી દ્વારકાધીશ જગત મંદિરમાં થનાર હોય અને લાખો પદયાત્રીઓ દ્વારકા આવનાર થયા છે. આં અંગે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તો પૂજારીઓ દ્વારા પણ આગવી તિયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરમાં ૨૧//૨૦૧૯ શુક્રવારના ફાગણ સુદ૧૫ના ફુલડોલ ઉત્સવની ઉજવણી થવાની છે. તે દરમ્યાન આજથી દ્વારકાધીશજીને રોજ શ્રુંગાર આરતી તથા સંધ્યા આરતીમાં પુજારી પરિવાર દ્વારા કાળિયા ઠાકોરજીને અબીલ-ગુલાલના છાંટણા કરી રંગ રમાડવાનો ભાવ વ્યકત કરાય છે. શ્રીજીને અબીલ-ગુલાલની પોટલી ધરી તેમાંથી દર્શનાર્થીઓને પુજારીઓ દ્વારા રંગે રમાડાય છે.

ખાસ કરીને હોળી અગાળના આઠ દિવસ જે હોળાષ્ટસ કહેવાય છે. તેમાં શ્રૂંગાર તેમજ સંધ્યા બંને આરતીઓમાં દર્શનાથીઓને ઠાકોરજીના પ્રસાદરૂપે અબીલ-ગુલાલના રંગોથી નિજ મંદિર પટાંગણમાં રમાડાય છે. તે દર્શનો સંખ્યાબંધ ભાવિકો ફુલડોલ ઉત્સવ સુંધી લાભ લેશે. ફુલડોર ઉત્સવ ઉત્સવ માણવા દુર દુરથી અમદાવાદ, બરોડાથી ભક્તો પગપાળા ચાલીને પોતાના પ્રીય એવા શ્રીજી સંગાથ હોળી ધુળેટીનો રંગ માળવા આવી રહ્યા છે.

જેને આવકારવા તથા પગપાળા આવતા શ્રધ્ધાળુની સેવા માટે ઠેરઠેર નાસ્તો,જમવા,ચા,દુધ,કોફી,ઠંડાપીણાની સેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ચાલીને આવતા શ્રધ્ધાળુને શારીરીક તકલીફ ઉભી થતા તેમના માટે દવા,સાથે મેડીકલ સુવિધા, પગ ચંપીની વ્યવસ્થા કરવામાં આવી છે.

જિલ્લા કલેકટર દ્વારા તમામ પ્રશાસનને કામે લગાડયું છે. અને દ્વારકા આવતા ભાવિકોને દર્શન માટે કોઈ તકલીફ પડે તે માટે સુરક્ષા વ્યવસ્થાઓ સહિત જગત મંદિર બહાર અને અંદર વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

(11:45 am IST)