Gujarati News

Gujarati News

News of Sunday, 17th March 2019

જેતપુર સબજેલમાં પાન ફાકી લઈ જવાની ના પાડતા ત્રણ શખ્શોએ કર્યો જેલગાર્ડ પર હુમલો

પોલીસ પર હુમલો કરનાર ત્રણેય શખ્સોને ઝડપી લેવાયા

 

જેતપુર સબજેલમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા જેલ ગાર્ડ જગદીશભાઈ ઘુઘલ રાત્રીના સમયે પોતાની ફરજ પર હતા. ત્યારે પ્રોહીબીશનના ગુન્હામાં જેલમાં રહેલ  પિન્ટુ નામના કેદીને ત્રણ શખ્સો ટિફિન આપવા માટે આવેલ જેથી જેલ ગાર્ડ જગદીશભાઈ દ્વારા કેદી માટેનું ટિફિન લીધું પરંતુ ટિફિન સાથે પાન મસાલા પણ અમારે કેદીને આપવા છે. તેમ ત્રણેય શખ્સોએ જણાવતા જગદીશભાઈએ પાન મસાલા નિયમ વિરૂધ છે. તેમ કહી ના પાડતા ટિફિન આપવા આવેલ ત્રણેય શખ્સો ઉશ્કેરાઈને પેલા જોર જોરથી ગાળો બોલવા લાગ્યા અને બાદમાં પણ સીધો જેલગાર્ડ જગદીશભાઈનો કાંઠલો પકડી લેતા ત્રણેય શખ્સો અને જેલ ગાર્ડ વચ્ચે ઝપ્પાઝપ્પી થઈ. ત્યાં જેલમાં રહેલ અન્ય જેલ ગાર્ડ આવીને જેલના પ્રતિબંધીત વિસ્તારમાં પોલીસ પર હુમલો કરનાર ત્રણેય શખ્સોને ઝડપી લીધા.

બીજી બાજુ જેલ ગાર્ડ પર હુમલાના જાણ સિટી પીઆઈને થતા પોલીસનો કાફલો સબજેલે પહોંચી ગયો હતો. જ્યાં જગદીશભાઈને હાથ અને ગળાના ભાગે ઈજા પહોંચી હોવાથી તેઓને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પીટલે દાખલ કરવામાં આવ્યા અને હોસ્પીટલેથી જ તેઓની ફરીયાદ પરથી તેઓની પર હમલોં કરનાર કિશોરભાઈ સહિતના ત્રણ શખ્સો સામે ફરજમાં રૂકાવટ, જાનથી મારી નાખવાની ધમકી તેમજ પ્રતિબંધીત વિસ્તારમાં મંજુરી વગર પ્રવેશવાની કલમ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

(11:54 pm IST)