Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

કચ્છમા ૧૯૮૭ના હત્યા પ્રકરણમા સંડોવાયેલ શખ્સ નિર્દોષતો છુટયો પરંતુ ૧૫ ‘દિ બાદ અકસ્માતમા મોત

ભુજ: ૧૯૯૯માં છ પાકિસ્તાનીઓએ કચ્છની સીમાએથી ભારતમાં હથિયારો અને આર.ડી.એકસનાં જથ્થા સાથે ઘૂસણખોરી કરી હતી. જેમા આ છએય શખ્સો ઝડપાઈ ગયા હતા. ઝડપાયેલા 6 પૈકી 2 ગુનેગારો ભૂકંપ દરમિયાન જૂની જેલ ધરાશાયી થતા ભાગી છુટ્યા હતા. જ્યારે ચાર પાકિસ્તાનીઓને ભુજની સેશન્સ કોર્ટના એડવોકેટ વી. એમ. ચૌધરીએ ફાંસીની સજા ફટકારી હતી.

જો કે, આ કેસમાં ગુનેગારોએ હાઈકોર્ટમાં રીટ કરતા કોર્ટે તેમની ફાંસીની સજા આજીવન કેદમાં તબદીલ કરી છે. તો આ સિવાયના ૧૯૮૭ના કેસમાં એક આરોપીને ભુજની એડિશનલ સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. ત્યારબાદ સમગ્ર કેસ હાઈકોર્ટમાં ચાલ્યા બાદ આરોપીનો નિર્દોષ છુટકારો થયો હતો.

તો આ સિવાય ૧૯૮૭ના કેસમાં ઈસ્માઈલ ગગુ ઘાંચી નામના હત્યાના કેસમાં ઝડપાયેલા આરોપીને ભૂજ એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. પરંતુ આરોપી ગરીબ હોવાથી તેનો કેસ સરકારી વકીલે લડ્યો હતો.

આ કેસમાં બાદમાં હાઈકોર્ટમાં રીટ થઈ હતી અને હાઈકોર્ટની 2 જજીસની બેન્ચે આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો.જો કે, આરોપીના નસીબમાં વધુ જીવવાનું નહીં લખ્યું હોય નિર્દોષ છૂટ્યાના ૧પ દિવસ બાદ ભચાઉ નજીક અકસ્માતમાં તેનુ મૃત્યુ થયુ હતુ.

(8:28 pm IST)