Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

જામનગરમાં કારમાં બિયરનો જથ્થો ઝડપાયોઃ ૩ની ધરપકડ

જામનગર તા. ૧૭ :.. જીલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુળની સુચનાથી અધિક પોલીસ અધિક્ષક ઉમેશ પટેલની રાહબરી મુજબ સીટી સી. ડીવી. પો. સ્ટે.ના પોલીસ ઇન્સ. એમ. એમ. રાઠોડ ના માર્ગદર્શનથી પો. સબ. ઇન્સ. એ. એલ. મકરાણી સા. તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો. હેડ કોન્સ. દિલીપભાઇ નાગરભાઇ તલાવડીયા તથા પો. કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે જામનગર સમર્પણ સર્કલની આગળ ક્રિષ્ના નર્સરીની સામે જાહેર રોડ ઉપરથી એક સફેદ કલરની ફોર વ્હીલ મારૂતી સૂઝૂકી એસ. એકસ. ફોર કાર રજી. નં. જી. જે. ૦૧-આર.એ.-૦૩પ૭ માં ભારતીય બનાવટના બીયરના ટીન નંગ ર૮૮, કિ. રૂ. ર૮.૮૦૦ તથા ફોર વ્હીલ મારૂતી સૂઝૂકી એસ. એકસ. ફોર કાર જેની કિં. રૂ. ર,૦૦,૦૦૦ તથા મોટર સાયકલ બજાજ પ્લેટીના નં. જી. જે. ૧૦ એ. ઇ. ૯૭૧૭ જેની કિં. રૂ. ૧પ૦૦૦ તથા મોબાઇલ ફોન ૪ કિ. રૂ. ૧૩,પ૦૦ ના મળી કુલ કિ. રૂ. ર,પ૭,૩૦૦ ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન ૩ આરોપીઓને પકડી પાડી પો. સબ. ઇન્સ. એ. એલ. મકરાણી નાઓએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

ભરતકુમાર મુકેશભાઇ લીબાથીયા જાતે વાણંદ રહે. ડીસા ડાયમંડ સોસાયટીની બાજુમાં નીલકમલ સોસાયટી બ્લોક નં. બી. ૧૦ જી. બનાસકાંઠા, અરવિંદકુમાર વાલચંદભાઇ બાડમેરા જાતે સોની રહે. ડીસા કોલેજ રોડ આશોપાલવ સોસાયટી જી. બનાસકાંઠા, અરજણ નાથાભાઇ ગોજીયા જાતે આહીર રહે. યાદવનગર આનંદ સોસાયટી દિપક પ્રોવીઝન સ્ટોર્સની બાજુમાં જામનગર.

આ સમગ્ર કાર્યવાહી સીટી સી. ડીવી. પો. સ્ટે.ના પો. ઇન્સ. એમ. એમ. રાઠોડ તથા પો સબ. ઇન્સ. એલ. એલ. મકરાણી સા. તથા પો. હેઙ કોન્સ. પ્રતિપાલસિંહ જીતુભા જાડેજા તથા પો. હેડ કોન્સ. દિલીપભાઇ નાગરભાઇ તલાવડીયા તથા પો. કોન્સ. રાજેન્દ્રસિંહ બચુભા જાડેજા તથા પો. કોન્સ. રમેશભાઇ સોમાભાઇ ચાવડા તથા પો. કોન્સ. હિતેષભાઇ જગદીશભાઇ મકવાણા તથા પો. કોન્સ. મહીપાલસિંહ મયુરસિંહ જાડેજા તથા પો. કોન્સ. હીતેન્દ્રભાઇ જગદીશભાઇ  મકવાણા તથા પો. કોન્સ. મહીપાલસિંહ મયુરસિંહ જાડેજા તથા પો. કોન્સ. હીતેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા તથા પો. કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ ઝાલાનાઓએ કરેલ છે.

(12:56 pm IST)