Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

વઢવાણનાં વાડલામાં યુવા પ્રેમી પંખીડાનો આપઘાત

ચુંવાળીયા કોળી પરિવારમાં અરેરાટીઃ ગળેફાંસો ખાઇને બન્નેએ સાથે જીવ દીધો

વઢવાણઃતસ્વીરમાં પ્રેમી પંખીડાના મૃતદેહ નજરે પડે છે. (તસ્વીરઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૧૭: તાલુકાના વાડલા ગામે રહેતા ગોરધનભાઇ કોડીયા ચુ.કોળીના પુત્ર મનસુખ ગોરધનભાઇ કોડીયા (ઉ.વ.રપ) વાળાને આજ વાડલા ગામના અને એમની જ જ્ઞાતિના સંજયભાઇ પનારાની સુપુત્રી અસ્મીતા સંજયભાઇ પનારા (ઉ.વ.રપ) સાથે મનસુખને અસ્મીતા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. મનસુખ અને અસ્મીતા અવાર નવાર એકાંતમાં હળતા મળતા પણ હતા.

ત્યારે એકબીજા આ પ્રેમી યુગલ મનસુખ અને અસ્મીતા વચ્ચેના પ્રેમ સંબંધના બન્નેના પરીવારજનો આડખીલી સ્વરૂપ બનતા અને અવાર નવાર સામાન્ય બોલાચાલીના મામલા પણ થતા હોવાની હાલ ચર્ચા ચાલે છે.

ત્યારે બન્ને પ્રેમી યુગલ મનસુખ અને અસ્મીતાને પરીવારજનો ભેગા નહી મળવા દયે ભંેગા નહી થવા દયે એવા સ્વપ્ના સાથે બન્ને આજે વાડલા ગામની સીમમાં ભેગા મળ્યા બાદ સાથે જીવવા મરવાના કોલ સાથે નિભાવવા માટે મજબુર બની બન્ને એક ઝાડ સાથે ગળે ફાંસો ખાઇ લઇ અને આત્મહત્યા કરી લેતા ભારે અરેરાટી ફેલાઇ જવા પામેલ છે. ત્યારે નાના એવા આ વઢવાણ તાલુકાના વાડલામાં બન્નેની સામુહીક આત્મહત્યાના મામલામાં ભારે અરેરાટી ફેલાઇ જવા પામેલ છે. જયારે વઢવાણ પોલીસ કાફલો તપાસમાં લાગ્યો છે.

(12:30 pm IST)