Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

પોલીસો સામે પગલા ન લેવાય તો બૂટલેગરની પત્નિ દ્વારા કાલે કચ્છમાં આત્મવિલોપનની ધમકી

ભુજ, તા. ૧૭ : (ભુજ)રાપરના સુવઇ ગામના જીતુભા રાઠોડે ૧૨ તારીખે ઝેરી દવા પી આપધાતનો પ્રયાસ કર્યો હતો સાથે આક્ષેપ કર્યો હતો કે પોતે દારૂના ધંધામાં સંડોવાયેલ ન હોવા છંતા રાપર પોલિસના બે કોન્સ્ટેબલ તેના ધરે રેડ કરી હપ્તાની માંગણી કરી હતી. આપધાતના પ્રયાસ બાદ પોલિસ હરકતમા આવી હતી પરંતુ હજુ આ મામલે તપાસ થાય તે પહેલા હવે ભોગ બનનારની પત્નીનો એક વીડીયો સામે આવ્યો છે. જેમા તેણીએ ન્યાય નહી મળે તો ૧૮ તારીખે રાપરના મુખ્યચોકમા આત્મ વિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેણે ગૃહમંત્રી મુખ્યમંત્રી સહિત સ્થાનીક પોલિસને આ અંગે લેખીત જાણ પણ કરી છે અને ન્યાય માટેની આશા સાથે આત્મ વિલોપનની તૈયારી દર્શાવી છે. જેને લઇને હવે પોલિસ સામે નવો પડકાર ઉભો થયો છે. જો કે અનેક આક્ષેપ-પ્રતિઆક્ષેપ સાથેના આ ચકચારી કિસ્સામાં અત્યાર સુધી પોલિસ અને આપઘાત કરનાર યુવક વચ્ચે ખુલ્લી લડાઇ હતી પરંતુ હવે તેની પત્નીએ આત્મ વિલોપનની ચીમકી આપી ગાંધીનગર સુધી ફરીયાદ કરતા નવો વંણાક આ કેસમાં આવશે જેના પરથી ૧૮ તારીખે પડદો ઉંચકાશે તેમ મનાય છે.

મહિલાનો વીડીયો અને  પોલિસ તપાસ શંકાસ્પદ

આપઘાતના ચકચારી કિસ્સા બાદ પોલિસ પ્રાથમીક તપાસ પછી એવુ જાહેરાતો કર્યુ હતુ કે આપદ્યાત કરનાર દારૂનો ધંધાર્થી છે. પરંતુ પોલિસે કયા કારણોસર અને શા માટે બે કોન્સ્ટેબલને જ ટાર્ગેટ બનાવ્યા તેનો પર પ્રકાશ પાડ્યો ન હતો તો ફરીયાદ ન કરવાથી લઇ પોલિસે અનેક સવાલોના જવાબ આપ્યા નથી જે કયાંકને કયાંક શંકા પ્રેરે તેવા હોવાનું ચર્ચાય છે.

(11:50 am IST)