Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

અંબરીશ ડેરને સસ્પેન્ડ કરાતા રાજુલામાં ભારે રોષઃ સજ્જડ બંધ

વેપારી એસોસીએશન અને કોંગ્રેસ પરિવારના બંધના એલાનને જબરૂ સમર્થનઃ ઉગ્ર આંદોલનની ચિમકી

રાજુલાઃ તસ્વીરમાં રાજુલા સજ્જડ બંધ રહ્યું છે તે નજરે પડે છે. (તસ્વીર : શિવકુમાર રાજગોર, રાજુલા)

 રાજુલા - અમરેલી તા. ૧૭ : રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશભાઇ ડેરને વિધાનસભામાંથી ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાતા ભારે રોષ વ્યાપી ગયો છે. અને તેના વિરોધમાં આજે રાજુલા સજ્જડ બંધ રહ્યું છે.

વિધાનસભામાં ધાંધલ ધમાલ થયા બાદ રાજુલા કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશભાઇ ડેરને વિધાનસભામાંથી ૩ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેનો તેમના મત વિસ્તાર ઉપરાંત અનેક સ્થળોએ વિરોધ થઇ રહ્યો છે.

ત્યારે આજે રાજુલા વેપારી એસોસીએશન અને રાજુલા શહેર અને તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા આજે રાજુલા બંધનું એલાન આપવામાં આવ્યું છે અને તેને જોરદાર સમર્થન મળી રહ્યું છે.

આજે સવારથી વેપારીઓએ પોતાના ધંધા - રોજગાર બંધ રાખીને બંધ પાળેલ છે. આ બંધ દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે.

આ મુદ્દે આવનારા સમયમાં કિસાન સંઘ પણ આંદોલનમાં જોડાય તેવી શકયતા છે. આવનારા ઉગ્ર આંદોલનની ચિમકી પણ અપાઇ છે.

(11:48 am IST)