Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

જૂનાગઢમાં ટ્રેકટરના નકલી ટ્રેલર બનાવવાનું કૌભાંડ

મોરબીની પેઢીની ૪ શખ્સો સામે પોલીસ ફરીયાદ

જુનાગઢ, તા. ૧૭ : જુનાગઢમાં ટ્રેકટરના નકલી ટ્રેલર બનાવવાનું કૌભાંડ ચલાવતા ૪ શખ્સો સામે મોરબીની પેઢીના સંચાલકે વિશ્વાસઘાતની જુનાગઢ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

આ અંગેની વિગતો એવી છે કે, મોરબીમાં તિરૂપતિ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી ટ્રેકટરના ટ્રેલર બનાવે છે અને મારૂતિ ટ્રેલર નામનો રજીર્સ્ટડ ટ્રેડમાર્ક અને લાયસન્સ ધરાવે છે. આમ છતાં જૂનાગઢના હરજીવન પટેલ, લલીત પટેલ, સતીષ પટેલ નામના શખ્સો દોલતપરા ખાતે પ્રિન્સ સ્ટીલ નામની પેઢી દ્વારા મારૂતિ ટ્રેલર બનાવવામાં આવતા હોવાનું ધ્યાને આવ્યું હતું.

આની ગઇકાલે મોરબીની તીરૂપતિ ઇન્ડસ્ટ્રીઝના મોહનભાઇ મહાદેવભાઇ અંબાણીએ જૂનાગઢ એ-ડીવીઝન પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે કોપીરાઇટ એકટનો ભંગ કરી વિશ્વાસઘાત કર્યાનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વિશેષ તપાસ પી.આઇ. પી.એન. ગામેતી ચલાવી રહ્યા છે.

(11:45 am IST)