Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ઉના પાસે નાના સમઢીયાળા-પાણખાણને જોડતો રસ્તો ધોવાય ગયો : નવો બનાવવા ગ્રામજનોની માંગ

ઉના, તા.૧૭ : તાલુકામાંથી વિભાજન થઇને અલગ નવા રચાયેલા ગીરગઢડા તાલુકાનાં નાના સમઢીયાળા પાણખાણ વચ્ચેનાં રસ્તે ત્રાલણ નદીમાં આવેલ  પુલનું ત્રણ વર્ષ પહેલાં ચોમાસામાં વરસાદના કારણે પુરમાં ધોવાણ થયેલ હતંુ. જેથી નાના સમઢીયાળા થી પાણખાણ સહિતનાં ગામો તરફ જવાનો રસ્તો સંપૂર્ણ બંધ થઇ ગયેલ હતો.

ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ધોવાઇ ગયેલા આ પુલનું જાત નિરીક્ષણ કરવા માટે જે તે વખતે રાજય સરકારનાં મંત્રીશ્રી જસાભાઇ ભારડ રૂબરૂ હતા. પરંતુ આ ઘટનાને ચાર વર્ષથી પણ વધુ સમય વિતવા છતાં વહીવટીતંત્ર દ્વારા પુલ નવો બનાવવા માટે કોઇ નકકર કામગીરી હાથ ધરાયેલ નહીં. જેથી ગ્રામજનોને સ્કૂલનાં બાળકોને તથા બહેનોને અવર જવર કરવામાં પારાવાર મુશ્કેલી પડતી હોય જે બાબતની રજુઆત કરવા માટે નાના સમઢીયાળાના માજી સરપંચ ધીરૂભાઇ ગજેરા, મુકેશભાઇ દોંગા, ઉપસરપંચ મસરીભાઇ સરવૈયા તેમજ ૪૦ થી પ૦ બહેનો - ગ્રામજનોએ પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડને રૂબરૂ મળી આ અંગે સત્વરે નવો બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ સહીત ગાંધીનગર સુધી ઉચ્ચકક્ષાએ રજુઆત કરી અને ગ્રામજનોને ખાત્રી આપી હતી.

(11:42 am IST)