Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ગોંડલ નગરપાલિકામાં મંડળીના કામદારોને લઘુતમ વેતન ચૂકવવા ભાજપના દંડક દ્વારા રજૂઆત

ગોંડલ, તા. ૧૭ : ભાજપ શાસિત ગોંડલ નગરપાલિકામાં દંડક નો હોદ્દો ધરાવતા અને પૂર્વ કારોબારી સમિતિના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાએ પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતીકે પાલિકાની જુદી જુદી શાખાઓમાં વર્ગ-૩ અને વર્ગ-૪ના કામદારોની ઘટ હોવાથી મંડળી દ્વારા કામદારો રાખવામાં આવી રહ્યા છે.

આવા કામદારોને ચૂકવવામાં આવતું વેતન હાલની મોંઘવારી મુજબ ઓછું છે સરકાર દ્વારા લઘુતમ વેતનના દર જાહેર કરવામાં આવેલ છે, તે મુજબ મંડળીના કામદારને લઘુત્ત્।મ વેતન ચુકવવા તેમજ અવારનવાર વેતન લાગુ પડે તે માટે સાધારણ સભામાં અધ્યક્ષસ્થાનેથી ઠરાવ પસાર કરવા  માંગ કરી હતી.

(11:40 am IST)