Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ભાવનગરનાં દૂધાળા ગામના પાટીયા પાસે અકસ્માતમાં દંપતિનું મોત

ભાવનગર તા. ૧૭ :.. જીલ્લામાં મહુવા નજીક દૂધાળા ગામનાં પાટીયા પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ઉપર જઇ રહેલા વિસળીયા ગામનાં કોળી ગોવિંદભાઇ નારણભાઇ શિયાળ ઉ.૩પ અને તેનાં પત્ની ગીતાબેન ઉ.૩૦ ને ગંભીર ઇજા થતાં બન્નેનાં ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયા હતાં.

બનાવની જાણ થતાં જ મહુવા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

(11:37 am IST)