Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

જૂનાગઢ : નિવૃત શિક્ષકોને ઉચ્ચતર પગારનું ચડત ૧૦ ટકા વ્યાજની રકમ ચુકવાશે

જૂનાગઢ, તા.૧૭ : ગુજરાત રાજય નિવૃત કર્મચારી મંડળે તા.૧૬-૬ ના ચુકાદા સામે એન.સી.એ. (ફોર કર્ન્ટેમ) દાખલ કરેલ. નામ હાઇકોર્ટે નિવૃત ત્રણ ઉચ્ચતર પગાર ધોરણ અને ૧૦ ટકા  વ્યાજ આપવાનું નામદાર હાઇકોર્ટ ચુકાદો આપેલ પણ રાજય સરકારે ફકત ઉચ્ચતર પગાર જ આપવાનું જણાવેલ ત્યારબાદ ગુજરાત રાજય નિવૃત કર્મચારી મંડળે કર્ન્ટેમ ઓફ  ધી કોર્ટ કરી ચુકાદો ૧૦ ટકા વ્યાજનો તેમાં પણ રાજય સરકારે કર્મચારી મહામંડળ ના સભ્યો હોય તેઓને ચુકવવું તેમના આદેશને માન્ય રાખી અમલવારી કરાવેલ. ત્યારબાદ નિવૃત શિક્ષકોમાં ન મળેલા શિક્ષકોનો હોબાળો મચેલ.

ન્યાય આપવા માટે ગુજરાત નિવૃત કર્મચારી મંડળ, વડોદરાએ સતત રજુઆતો અને રાજય સરકારને માહીતી આપતા રહી.

કોર્ટમાં જિલ્લા વાઇઝ નિવૃત શિક્ષકોને રજુઆત કરી કર્ન્ટેમ ઓફ ધી કોર્ટને અનુસંધાને રાજય સરકારે કર્ન્ટેમ ઓફ ધી કોર્ટ માન્ય રાખી ૮૭-૯૪ માં નિવૃત થયેલા અને ત્રણ ઉચ્ચતર મળેલા હોય તેવા તમામ નિવૃત પ્રાથમિક શિક્ષકોને ૧૦ ટકા વ્યાજ મળવું જોઇએ. દરેક જિલ્લાની માંગણી અને રજુઆત હોવાથી  સરકારશ્રીએ આદેશ કરેલ છે.

આદેશની કાર્યવાહી કરવામાં જૂનાગઢ નિવૃત પ્રાથમિક શિક્ષક સંઘે ૨૦૧૬ અને ૧-૧૦-૨૦૧૭ના રોજ કોર્ટ ઓફ ધી કર્ન્ટેમ કરેલ, રજુઆત પણ કરેલ. ચુકાદો કરાવવા પ્રયત્ન કરેલ છે. તા.૩-૭-૨૦૧૮ ના રોજ નિયામકશ્રી એમ. આઇ. જોષી પ્રાથમિક શિક્ષક નિયામક, ગાંધીનગરનો સંદેશ જણાવે છે કે, દરેક પ્રાથમિક શિક્ષણ અધિકારીએ અંગત રસ લઇ પોતાના જિલ્લાના નિવૃત શિક્ષકોને ૧૦ ટકા ચુકવવા ત્વરીત પગલા લેવા મોડામાં મોડું તા.૩૧-૩-૨૦૧૮ સુધીમાં તમારા જિલ્લાના નિવૃત પ્રાથમિક શિક્ષકોને ૧૦ ટકા વ્યાજ મળી જવું જોઇએ.

(11:36 am IST)