Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

માળીયા હાટીનાના બાબરમાંથી દીપડો પિંજરે પુરાયો

માળીયા હાટિના તાલુકાના  બાબર ગામે રાજનભાઇ પૂંજાભાઇ પીઠીયાની વાડીમાં દીપડાએ મારણ કરેલ. વાડી માલિક દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગના આરએફઓ સિલુ ફોરસ્ર્ેટર ચૌહાણ તથા અજય કાગડા સહિત દ્વારા છેલ્લા ત્રણ દિવસથી પીંજરુ મૂકી વોચ રાખતા વહેલી સવારે દીપડો પાજંરામાં આબાદ પુરાઇ જતા વન વિભાગએ રાહતનો શ્વાસ લીધો હતો. આ દીપડો આશરે નવથી દશ વરસની ઉંમરનો પુખ્ત અને તંદુરસ્ત નર છે. હાલ આ દીપડાને અમરાપુર એનિમલ કેરમાં રખાયાનું વનવિભાગ ે જણાવેલ છે. તસ્વીરમાં પાંજરામાં કેદ દીપડો નજરે પડે છે

(10:38 am IST)