Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

કોટડાનાયાણીમાં બટુક સોલંકીને પડોશીઓએ પાઇપથી ફટકાર્યો

બહેન સાથે બોલાચાલી કરતો હોઇ દેકારો શું કરો છો? કહી તૂટી પડ્યા

રાજકોટ તા. ૧૭: વાંકાનેરના કોટડા નાયાણી ગામમાં રહેતાં બટુક ભનાભાઇ સોલંકી (ઉ.૨૩) નામના દેવીપૂજક યુવાનને સાંજે ઘર પાસે હતો ત્યારે પડોશમાં જ રહેતાં અલ્પેશ દિપક દેવીપૂજક, અવચર રણછોડ, ધના રણછોડ, દિપક નાથા સહિતનાએ ઝઘડો કરી પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.

બટુક છૂટક ખેત મજૂરી કરે છે. તેના કહેવા મુજબ સાંજે પોતાની બહેન મનિષા સાથે પોતે ચડભડ કરતો હતો ત્યારે પડોશીએ શું દેકારો કરો છો? તેમ કહી ગાળો દઇ હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇએ વાંકાનેર પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(10:37 am IST)