Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

આજથી હાજીપીર વલીનો ઉર્ષ : લાખો શ્રદ્ધાળુઓના ડગલા કચ્છ તરફ-હિન્દુ-મુસ્લિમ એકતાના દર્શન

ગાયોની રક્ષા માટે બલિદાન આપનારા હાજીપીરની જીવન ગાથા દરેક ઇન્સાનને ગૌરક્ષાની જીવંત પ્રેરણા આપે છે

ભુજ, તા. ૧૭  : કચ્છની રણ કાંધીએ આવેલા હાજીપીર વલીની દરગાહે આજથી ત્રણ દિવસના ઉર્ષનો પ્રારંભ થયો છે. તા. ૧૭/૧૮/૧૯ શનિ-રવિ અને સોમ એમ ત્રણ દિવસ આ ઉર્ષ ચાલશે. અત્યારે હાજીપીર બાબાની દરગાહ તરફ લાખો શ્રદ્ધાળુઓના ડગ મંડાયા છે. ત્રણ દિવસ દરમ્યાન અંદાજિત પાંચ લાખથી'યે વધુ લોકો હાજીપીર વલીની દરગાહે માથુ ટેકવશે.

ઇ.સ. ૧ર૦૦ની આસપાસ હાજીપીરે કચ્છમાં મુકામ કર્યો હતો. રણકાંધી એ આવેલા નરા ગામમાં રહેતા વૃદ્ધાની ગાયોને બહારવટીયાઓ લૂંટી જતાં. હાજીપીરે હાથમાં તલવાર ઉપાડીને ગાયોને બચાવવા શહાદત વ્હોરી લીધી હતી. હિન્દુ વૃદ્ધાની ગાયો માટે પોતાના જીવનનું બલિદાન આપનારા હાજીપીર વલીની જીવન ગાથા ગૌરક્ષાની જીવંત પ્રેરણાની સાથે સાથે હિન્દુ-મુસ્લિમ એકતાની જીવંત મિશાલ છે. દર વર્ષે ઉર્ષ દરમ્યાન ધોમધખતા તાપ વચ્ચે પદયાત્રીઓ પગપાળા આવીને હાજીપીર બાબાની દરગાહે માથુ ટેકવે છે.

(10:36 am IST)